ગાંધીનગરમાં હાલંમાં યોજાઈ રહેલા વિધાનસભાના સત્રમાં કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પહેરવેશને લઈને ધમાસાણ મચ્યું હતું.
સોમનાથના ધારાસભ્ય અને કૉંગ્રેસના યુવા નેતા વિમલ ચુડાસમા (vimal chudasama) વિધાનસભામાં ટીશર્ટ પહેરીને આવ્યા હતા. દરમિયાનમાં આ મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગૃહની ગરિમાને શોભે તેવું ટી-શર્ટ પહેરીને આવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, વિમલ ચુડાસમાએ પોતાનો પહેરવેશ યોગ્ય હોવાનું ટાક્યું હતું.
વિમલ ચુડાસમાને ત્રણ દિવસ સુધી ગૃહની કામગીરી માંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ થતા કોંગ્રેસના ધારાસભ્યો અકળાઈ ઉઠ્યા હતા
વિમલ ચુડાસમાએ સમગ્ર મુદ્દે કહ્યુ હતું કે ‘ગૃહમાં અગાઉ અનેક ધારાસભ્યો ટીશર્ટ પહેરીને આવ્યા છે. આ મારૂં નહીં પરંતુ ઓબીસી સમાજનું અપમાન છે. હું ઓબીસી સમાજમાંથી આવું છું સરકારે મારા પહેરવેશને નિશાને બનાવી મારા સમાજનું અપમાન કર્યુ છે.આજ પહેરવેશ પહેરી ને મેં ભાજપના ઉમેદવાર અને તત્કાલિન મંત્રીને 20 હજારથી વધું મતો થી હરાવ્યા હતા.’
ધારાસભ્યોના ડ્રેસ કોડથી માંડીને વર્તણૂંક અંગેના નિયમો અધ્યક્ષ નક્કી કરતા હોય છે. ખાસ કરીને અમૂક પ્રકારના કપડાં અને વર્તણૂક અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કેટલાક નિયમો બહાર પાડ્યા હતા. જેમાં કાળા કપડાં અને ટી-શર્ટ સહિત કોઈપણ જાતના લખાણવાળા ખેસ કે શર્ટ ન પહેરવા માટેના આદેશો કરેલા છે.