America
અમેરિકા (America) માં મતગણતરી દરમિયાન હિંસક પ્રદર્શનો થયા. અમેરિકન મીડિયાના કહેવા પ્રમાણે બુધવારે રાતે ન્યૂયોર્ક મેનહટન વિસ્તારમાં પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. એક ગલીમાં ટોળાએ આગચંપી કરી હતી અને પોલીસ અધિકારી સામે થૂકીને લોકોએ વિરોધ કર્યો હતો.
ફિલાડેલ્ફિયા, શિકાગોમાં પણ દેખાવો થઈ રહ્યા છે.લોકો માંગ કરી રહ્યા છે કે, એક એક મતની ગણતરી કરવામાં આવે.સાથે સાથે લોકો અશ્વેત આંદોલનનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે.
આ પણ જુઓ : જમ્મુ કશ્મીરમાં 370 કલમ રાડ થયા બાદ 28 નવેંબરે ડીડીસીની પહેલી ચૂંટણી
ઉપરાંત વોશિંગ્ટન સ્કવેર પાર્કમાં શાંતિપૂર્ણ વિરોધ બાદ 60 લોકોની ધરપકડ થઈ હતી. જેના પગલે પોલીસ અને લોકો વચ્ચે ટકરાવ થયો હતો. અમેરિકાના પોર્ટલેન્ડ શહેરમાં દેખાવો બાદ ઓરેગન નેશનલ ગાર્ડને બોલાવવાની ફરજ પડી હતી. લોકોએ શહેરના એક હિસ્સામાં તોડફોડ કરીને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યુ હતુ.
એટલું જ નહિ અમેરિકન પ્રમુખના વ્હાઈટ હાઉસથી સ્હેજ જ દુર એક હજાર કરતા વધારે લોકો ટ્રમ્પનો વિરોધ કરવા માટે જમા થયા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.