કોહલી પર પણ ચાલ્યો ‘નાટુ-નાટુ’નો જાદૂ, જુઓ વીડિયો
Virat Kohli Dance on Oscar winning song naatu naatu : ભારત અને ઓસ્ટ્રેલિયા (IN Vs AUS) વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચ મુંબઈના વાનખેડે ખાતે રમાઈ હતી અને ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં શાનદાર દેખાવ કરતાં 5 વિકેટે જીત મેળવી હતી.
મેદાન વચ્ચે વિરાટ કોહલીએ નાટુ નાટુ ગીત પર કર્યો ડાન્સ
ભારત આ ત્રણ મેચની વનડે સીરિઝમાં 1-0થી આગળ છે અને આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન વિરાટ કોહલી અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. ભારતીય ટીમના મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલી મેદાન પર ડાન્સ કરવાનો કોઈ મોકો છોડતો નથી એવામાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ દરમિયાન કોહલી ગ્રાઉન્ડ પર ઓસ્કાર વિજેતા નાટુ નાટુ ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીના આ ડાન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
RRR ફિલ્મના ગીત નાટુ નાટુનો નશો આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. એસએસએસ રાજામૌલીની ફિલ્મના આ ગીતને ઓસ્કારમાં ઓરિજિનલ સોંગ કેટેગરીમાં બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો હતો. આ ગીતને ઓસ્કારમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આ ગીત સાથે તેના ડાન્સ સ્ટેપ પણ ખૂબ ફેમસ છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મુંબઈમાં રમાઈ રહેલી ODI સીરીઝની પ્રથમ મેચમાં વિરાટ કોહલીએ મેદાન પર પોતાના ડાન્સ મૂવ્સ બતાવ્યા હતા.
- પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ – જુઓ અદ્દભુદ તસવીરો.
- રાહુલ ગાંધીના સમર્થમાં કૉંગ્રેસ દ્વારા પ્રેસ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરાયા
- ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું.
- ડીસા -રાધનપુર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
- શું તમારું ખાતું પોસ્ટમાં છે? તો કરો આ કામ નહિ તો આ ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય
- ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે પસાર થતી ભાદર નદી માંથી તરતો મૃતદેહ મળ્યો
- ધોરાજી : બે જૂથો વચ્ચે મારામારી – પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
- માળીયા હાટીના : કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માંગ.