- ભારતની સૌથી મોટી ‘બ્રાન્ડ’ છે વિરાટ કોહલી, શાહરુખ-સલમાનને પણ પછાડ્યા!ભારતીય ક્રિકેટ ટીમ ના કેપ્ટન વિરાટ કોહલીએ મેદાન પર તો પોતાની બેટિંગથી અનેક રેકોર્ડ બનાવ્યા છે. મેદાનની બહાર પણ તે પોતાની કમાણીથી નવા મુકામો હાંસલ કરતો રહે છે.

- એક સ્ટડી મુજબ, કેપ્ટન કોહલી સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂ મામલે ભારતમાં સૌથી આગળ છે અને તે સતત ત્રીજી વાર આ યાદીમાં નંબર-1 પર આવ્યો છે.
- વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ વર્ષ 2019માં 39 ટકા વધી અને તે હવે 237.5 મિલિયન ડૉલર એટલે કે 1691 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.આ મામલે તેણે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ , રણવીર સિંહ, શાહરૂખ ખાન , અને સલમાન ખાન સહિત અનેક સેલિબ્રિટીને ઘણી પાછળ છોડી દીધી છે. બીજા નંબરે આવેલા અક્ષય કુમાર તેનાથી અડધાથી પણ બ્રાન્ડ વેલ્યૂ ધરાવે છે.
- ભારતીય ક્રિકેટર્સની વાત કરીએ તો વિરાટ કોહલી બાદ બ્રાન્ડ વેલ્યૂ મામલે બીજા નંબરે પૂર્વ કેપ્ટન એમએસ ધોની છે. આ યાદીમાં ત્રીજા નંબરે સચિન તેંડુલકર (25.1 મિલિયન યૂએસ ડૉલર) છે અને ચોથા નંબર પર ટીમ ઈન્ડિયાના વાઇસ-કેપ્ટન રોહિત શર્મા (23.0 મિલિયન યૂએસ ડૉલર) છે. આ યાદી મુજબ રોહિત શર્મા વિરાટ કોહલીથી 10 ગણો પાછળ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News