ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગની પત્નીએ પોતાના બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેમણે કહ્યું છે કે તેનો બિઝનેસ પાર્ટનરે તેની નકલી સહી દ્વારા 4.5 કરોડ રૂપિયાની લોન લઇ લીધી અને હવે તે ચુકવી નથી રહ્યો.

આ અગાઉ ગત અઠવાડિયે 2.5 કરોડ રૂપિયાનો એક ચેક બાઉન્સ મામલે વોરંટ જાહેર થયા બાદ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગની પત્ની આરતી સેહવાગ 4 જુલાઇએ ગ્રેટર નોઇડા સ્થિત સૂરજપુર જિલ્લા કોર્ટમાં હાજર થઇ હતી. અહી તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવી હતી,જોકે, તેને જામીન મળી ગયા હતા.

મહત્વપૂર્ણ છે કે આરતી ફળ અને વિવિધ ઉત્પાદન બનાવનારી કંપની એસએમજીકે એગ્રો પ્રોડક્ટમાં ભાગીદાર છે. આરોપ છે કે આ કંપનીએ લખનપાલ પ્રમોટર્સ એન્ડ બિલ્ડર કંપનીને ઓર્ડર પુરો ના કરવા પર ગત વર્ષે અઢી કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થઇ ગયો હતો.

લખનપાલ પ્રમોટર્સ એન્ડ બિલ્ડરના ફૌજદારી સલાહકાર સૂર્યપ્રતાપ સિંહે જણાવ્યુ કે કંપનીએ અશોક વિહાર દિલ્હી સ્થિત એસએમજીકેને રૂપિયા જમા કરાવવાનો ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડર એસએમજીકે પુરો કરી શકી નહતી. જેને કારણે તેમણે લખનપાલ પ્રમોટર્સને રૂપિયા પરત કરવાના હતા. એસએમજીકેએ અઢી કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થઇ ગયો હતો. જેની પર લખનપાલ પ્રમોટર્સે કાયદાકીય નોટિસ આપી હતી જેનો જવાબ આપવામાં આવ્યો નથી.

બીજી તરફ આરતી સેહવાગે કોર્ટને કહ્યું હતું તે ફર્મમાં રોજ મામલાને જોવા માટે વર્કિંગ ભાગીદાર નથી, તેમણે ચેક પર સહી પણ નથી કરી. તે બાદ કોર્ટે આરતી સેહવાગને અંગત પૈસા અને એક-એક લાખના બે જામીન શપથ પત્ર આપ્યા બાદ જામીન આપી હતી.

મહત્વપૂર્ણ છે કે વિરેન્દ્ર સેહવાગ અને આરતીના લગ્ન વર્ષ 2004માં થયા હતા. વિરેન્દ્ર સેહવાગ અને આરતી આશરે 15 વર્ષ સુધી મિત્ર રહ્યાં હતા. આ મિત્રતા ત્યારે શરૂ થઇ જ્યારે વિરેન્દ્ર સેહવાગ સાત વર્ષનો હતો અને આરતી પાંચ વર્ષની હતી. વર્ષ 2002માં વિરેન્દ્ર સેહવાગે મજાકમાં આરતીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું પરંતુ આરતીએ લગ્ન માટે હાં પાડી દીધી હતી. તે બાદ બન્ને આશરે 2 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યાં અને 2004માં લગ્ન કરી લીધા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.