PATAN – Virtual classroom
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ અંતર્ગત શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્ટાફ મિટીંગનું આયોજન થયું હતું.
જેમાં તજજ્ઞ તરીકે શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા માઈક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશન અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટર પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમી મિટીંગમાં માઈક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશનમાં લોગીન, વર્ચ્યુઅલ ક્લાસરૂમનું નિર્માણ, ઓનલાઈ તાસનું આયોજન, ઓનલાઈન તાસમાં શૈક્ષણિક મટેરિયલ્સ શેરિંગ, પ્રેઝન્ટેશન, એસાઈમેન્ટ અને ઓનલાઈન તાસમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંતર્ગત શાળાના શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા સૂચવવામાં આવ્યું હતું કે, આ પ્રકારની તાલીમ મિટીંગ દ્વારા શિક્ષકોને અદ્યતન શૈક્ષણિક ટેકનોલોજીથી વાકેફ કરી શૈક્ષણિક પ્રક્રિયાનો વિકાસ સાંધી શકાય છે…!
શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.