Surat

સુરત શહેર સહિત જીલ્લામાં કોરોના વાયરસના વધતા કેસો સામે તંત્ર લોકોને જાગૃત રહેવા માટે વારંવાર લોકોને અપીલ કરી રહ્ના છે.

છેલ્લાં અઠવાડીયાથી કોરોના વાયરસના કેસોમાં વધારો નોધાયો છે. તે દરમ્યાન સુરતમાં શનિવારે બપોર સુધી ૨૦૦ કેસ નોધાતા તંત્રની ભોગદોડ મચી ગઇ છે. સુરતમાં પોઝીટીવ કેસનો આંક ૨૯,૯૩૫ પર પહોચ્યો છે. જયારે કોરોનાથી વધુ એકનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક ૯૩૪ થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધી ૨૬,૩૦૭ લોકો ઘરે પરત ફરતા રીકવરી આંક લગભગ ૯૦ ટકા જાવા મળ્યો છે.

સુરતમાં લોકો બેદરકારી દાખવી રહ્ના છે. પરિણામે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક તથા સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવાના કારણે સુરત શહેરમાં કોરોના વાયરસની પરિસ્થીતી દિન પ્રતિદીન બગડી રહી છે. ખાસ કરીને શહેરના વરાછા,કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. શનિવારે બપોર સુધી સુરત શહેરમાં ૧૦૦ કેસ નોધાયા છે.

આ પણ વાંચો – સુશાંત રાજપૂત કેસમાં સૌથી મોટા સમાચાર.

સુરત શહેરમાં ૨૧,૯૫૫ કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં કેસોની સંખ્યામાં વધારો નોધાતા જીલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. બપોર સુધી ૧૦૦ કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૭,૯૮૦ કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૨૯૯૩૫ પર પહોચ્યો છે. જયારે એકનું મોત નિપજતા અત્યાર સુધી ૯૩૪ ના મોત નિપજયા છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ૨૬,૩૦૭ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

 

શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024