ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે. બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.

પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. આવતીકાલે  બપોરે એક વાગ્યે જામકંડોરણા ખાતે તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે. વિઠ્ઠલ રાદડિયાના પાર્થિવદેહને દર્શન માટે આજે જામકંડોરણા ખાતે આવેલા કન્યા છાત્રાયલ ખાતે દર્શન માટે મૂકવામાં આવશે. વિઠ્ઠલ રાદડિયાનો જન્મ આઠમી નવેમ્બર, 1958ના રોજ જામકંડોરણા ખાતે થયો હતો.

vitthal radadiya death

વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2009થી 2013 સુધી કોંગ્રેસની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે, 2013ના વર્ષમાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ચૂંયા હતા. જે બાદમાં 2014માં આવેલી ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પરથી ફરીથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.  વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી.

વિઠ્ઠલ રાદડિયા છ વખત ધારાસભ્ય તેમજ બે વખત સાંસદ રહી ચુક્યા છે. 1994માં તેમણે પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી લડી હતી. છેલ્લે 2014થી 2019 સુધી તેઓ ભાજપની બેઠક પરથી પોરબંદરના સાંસદ હતા.

રાજકારણમાં આવ્યા પહેલા તેઓ સામાજિક કાર્યકર હતા. તેમના વતનમાં જામકંડોરણમાં તેઓ પોતાના ટ્રસ્ટના નામે અનેક સ્કૂલો ચલાવે છે.

વિઠ્ઠલ રાદડિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપ સાથે કરી હતી. જે બાદમાં તેઓ શંકરસિંહની રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જે બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. વર્ષ 2013માં તેઓ ફરીથી ભાજપમાં જોડાયા હતા. વિઠ્ઠલ રાદડિયા IIFCOના ડિરેક્ટર તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન પણ રહી ચુક્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.