Warm Water Health Benefits
તજજ્ઞોના મત પ્રમાણે કોરોના કહેરમાં અત્યારે શરીરને કોરોના વાઇરસથી બચાવવા માટે ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે.
ગરમ પાણી ન માત્ર બોડીને ડિટોક્સ કરે છે પરંતુ આનાથી અન્ય પણ ઘણાં ફાયદા મળે છે.
ગરમ પાણી ખોરાક પૂરેપૂરો પચે નહીં, અડધું અન્ન કાચું રહી જાય આવા સમયે એસિડિટી અને અજીર્ણની બીમારી થતી હોય છે. ગેસ થાય, અપચો થાય, ખાધા પછી સારૂં ન લાગતુ હોય તો તેમને માટે ગરમ પાણી ઉત્તમ છે.
જો તમે રાતે સૂતી વખતે ગરમ પાણી પીવો છો તો તમને તેની ઘણી સારી અસર જોવા મળે છે. તો આજે આપણે જોઇએ કે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી કેટલા ફાયદા આપે છે.
શરીરમાં દુખાવો કે થાક અનુભવો ત્યારે તમને સારી ઊંઘ પણ નથી આવતી. એક ગ્લાસ ગરમ પાણી પીવું આ તમારા માટે પેઈન કિલરનું કામ કરશે. ગરમ પાણી પીવાથી હાર્ટ એટેક અને લકવાની સમસ્યાનો ખતરો પણ ઓછો થાય છે.
સામાન્ય રીતે સ્વસ્થ રહેવા માટે દિવસમાં 8થી 9 ગ્લાસ પાણી પીવું જરૂરી હોય છે. રાતે પાચન ક્રિયા ઘણી ફટાફટ કામ કરે છે. એટલે ખાવાનું સરળતાથી પચી જાય છે. જો તમે એક ગ્લાસ ગરમ પાણી પી લો છો તો આ જમવાના પાર્ટિકલ્સને સરળતાથી તોડે છે. જેનાથી ફેટ શરીરમાં જમા નથી થતી.
ડિપ્રેશન અને તણાવ : ગરમ પાણી પીવાથી ઊંધ અને મૂડ સારા રહે છે. જેનાથી તણાવથી બચવામાં મદદ મળે છે. આનાથી ડિપ્રેશનનો ખતરો ઓછો રહે છે.
કચરાને બહાર કાઢે છે : ગરમ પાણી પીવાને કારણે શરીરનું તાપમાન વધે છે અને પરસેવો નીકળે છે. સાથે આનાથી બ્લ્ડ સર્ક્યુલેશન પણ વધે છે. જેનાથી શરીરમાં રહેલો વધારાનો કચરો બહાર નીકળે છે.
એક ગ્લાસ ગરમ પાણીથી ત્વચા પણ ડિટોક્સ થાય છે. ખીલ પણ દૂર થાય છે. ત્વચા હાઇડ્રેટેડ રહે છે , વધેલી ઉમરની સમસ્યાને કારણે થતી કરચલી, ડાઘઘબ્બા હોય તો પણ દૂર થાય છે.
ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટી નથી કરતો. આ ઉપાય કરતા પહેલા જાણકારોની સલાહ લેવી જરૂરી છે
શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.