સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણ ખાતે આગામી તા.17.04.2023 થી 17.07.2023 એમ ત્રણ માસ માટે સ્વીમીંગપુલ શરૂ કરવામાં આવશે.
જે કોઈને સ્વીમીંગપુલનો લાભ લેવો હોય તેઓ માટે ફોર્મનું વિતરણ તા.27.03.2023 થી તા.29.03.2023 દરમિયાન રાખવામાં આવ્યું છે. ફોર્મ ભર્યા બાદ તા.10.04.2023 થી 13.04.2023 દરમિયાન ફોર્મ કચેરીએ જમા કરાવવાના રહેશે.
ફોર્મની ફી રૂ.50 રાખવામાં આવી છે. માસિક ફી રૂ.600 લેખે 3 માસની ફી રૂ.1800 આપવાની રહેશે. ઓળખ કાર્ડની ફી રૂ.100 આપવાની રહેશે. ફોર્મ લેવા-આપવાનો સમય સવારે 11 કલાક થી 1 કલાક અને બપોરના 2 કલાકથી 4 કલાક સુધીનો રહેશે. તેવું જિલ્લા રમત વિકાસ અધિકારી પાટણની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.