World Sparrow Day

આજરોજ વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day) નિમિત્તે આર્યાવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા નિઃશૂલ્ક ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્યાવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા લુપ્ત થતિ ચકલીઓને બચાવવા 2000 ચકલીઘર અને 2000 પાણીના કુંડા નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એમ સોલંકી સર, પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, એન એસ એસ ના યુનિવર્સીટી કોઓર્ડીનેટર ડો. જે ડી ડામોર, જલારામ સેવા ટ્રસ્ટના શ્રી નારણભાઇ ઠક્કર, ડો. નીતિન છત્રાલીયા, કોર્પોરેટર શ્રી રાજેન્દ્ર હિરવાણીયા, પરેશ મકવાણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના શ્રી સુરેશ જોશી, શ્રી નીરવ પટેલ, ગોપાલ રાયચંદાની, જગદીશ ગોસ્વામી સહીત અનેક મહાનુભાવો અને NSS કતપુર GTU ના વિધાર્થીઓએ ઉપસ્થિત રહી માળા અને કુંડાનું વિતરણ કર્યું હતું.

ડી.ડી.ઓ. શ્રી સોલંકી સર સહીત સ્મિતાબેન તથા નારણભાઇ ઠક્કરે ચકલી બચાવવા પર્યાવરણ જાળવણી કરી કુદરતની ઇકો સિસ્ટમને ના તોડી સંરક્ષણ કરવા આહવાન કર્યું હતું.

આર્યાવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રમુખ નિલેશ રાજગોરે ચકલીઓ ઘરનું પક્ષી હોઈ એને ઝાડ પર માળો બાંધતા આવડતું નથી કે સલામત પણ ના હોઈ ઘરની બાંધણીઓ બદલાઈ હોવાથી ચકલીઓ ઓછી થઇ છે ત્યારે આવા માટીના કે પુઠ્ઠાના માળા અને પાણીના કુંડા લગાવવાથી અને દેશીકુળના વૃક્ષો વાવી ઉછેરવાથી ચકલીઓની સંખ્યામાં સો ટકા વધારો થયો છે અને હજુ પણ થશે એમ જણાવ્યું હતું તથા પ્રકૃતિમંડળ મહેસાણા , જલારામ મંદિર સેવા ટ્રસ્ટ, રોહિત અમીપરા અને મોક્ષ ધર્મેન્દ્ર રાજગોરને ચકલીના માળા અને પાણીના કુંડા માટે સહયોગ કરવા બદલ આભાર માન્યો હતો અને હજુ 23 માર્ચ શહીદ દિનના 5000 માળા અને કુંડા બારેમાસ આર્યાવ્રત નિર્માણની ઓફિસ તથા સહસ્ત્ર તરુવન ખાતેથી વિતરણ થશે તો સૌને લઇ જવા આહવાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024