મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય તેનો વજન વધતો હોય તો તે અવશ્ય પરેશાન થઇ જાય છે. જાડાપણું તેની સાથે શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓને પણ લાવે છે. ઘણા લોકો તો વજનને ઓછું કરવા માટે પાણીની જેમ પૈસા બગાડવા માટે પણ તૈયાર હોય છે. ડાયટ ફોલો કરવાનું હોય કે પછી જીમ જવાનું હોય, વજન ઓછું કરવા માટે લોકો કંઈ પણ કરવા માટે તૈયાર થઇ જતા હોય છે. પરંતુ ઘણા લોકો અથાગ મહેનત પછી પણ પોતાનું જાડાપણું ઘટાડી નથી શકતા.
ઘણી વાર ખુબ જ કોશિશ પછી પણ વજન ઓછું ન થતું હોય અને તેના કારણે વ્યક્તિ નિરાશ પણ થઇ જતો હોય છે. જો વજનને ઓછું કરવું જ હોય, તો તમારા હેલ્દી ડાયટ અને એકસરસાઈઝની સાથે સાથે તમારી લાઈફ સ્ટાઈલમાં પણ ઘણા બદલાવ લાવવા જોઈએ. તો એ બદલાવો આજે અમે તમને આ લેખ દ્વારા જણાવશું.હેલ્દી ડાયટ માટે તમારે પ્રોટીન, ફાયબર અને બધા જ પ્રકારના ન્યુટ્રીશન તમારા ભોજનમાં શામિલ કરવા જોઈએ. તો નિષ્ણાંતોનું કહેવું છે કે સવારે વહેલા ઉઠીને જો 5 કામ કરવામાં આવે તો વજનને ઓછું કરી શકાય છે. તો ચાલો જાણીએ કે ક્યાં છે એ કામ જેને સવારે કરવામાં આવે તો વજન ઓછું થાય. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
સવારે વહેલા 5 ઉપાય કરવા :
સવારે ઉઠીને હુંફાળું પાણી પીવું : સવારે ઉઠીને જે પહેલું જે કામ કરવાનું છે તે છે હુંફાળું પાણી પીવાનું. સવાર-સવારમાં હુંફાળું પાણી પીવાથી આપણી પાચનક્રિયા એકદમ બરોબર અને સ્વસ્થ રહે છે. હુંફાળું પાણી પીવામાં આવે તો મેટાબોલીઝમ વધે છે અને તેનાથી શરીરની વધારાની ચરબીને ઓછી કરવા માટે મદદ મળે છે અને ધીમે ધીમે તમે ફીટ બનવા લાગો છો. જો તમે ઈચ્છો તો હુંફાળા પાણીમાં લીંબુ અને મધ નાખી પણ તેનું સેવન કરી શકાય છે તેના સિવાય સવારે તમે હર્બલ ટી પણ પીય શકો છો.
સૂર્યોદય સમયે ટહેલવું : આમ તો દરેક વ્યક્તિએ સવારે સૂર્યની રોશનીમાં ઓછામાં ઓછું 20 મિનીટ સુધી ટહેલવું જોઈએ. પરંતુ જે લોકોએ વજન ઓછું કરવું હોય તેમણે ફરજિયાત સવારે વહેલા સૂર્યની રોશનીમાં 20 મિનીટ ટહેલવું. ઘણા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકોને વિટામીન D ની કમી હોય છે તેનું વજન જલ્દીથી વધવા લાગતું હોય છે. માટે સવારે સૂર્યની રોશનીમાં ચાલવાથી વિટામીન D મળે છે અને અન્ય પણ ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. આ ઉપાયથી આંખની રોશનીમાં પણ સુધારો આવે છે.
પ્રોટીનયુક્ત બ્રેકફાસ્ટ : દિવસની શરૂઆત સારા નાસ્તા દ્વારા કરો. તમારું સવારનું બ્રેકફાસ્ટ આખા દિવસના ડાયટને સેટ કરે છે. તમારે બ્રેકફાસ્ટમાં સોયા, બિન્સ, સ્પ્રાઉટસ, કોટેજ ચીઝ, યોગર્ટ, જેવી વસ્તુનું ભોજન કરવું જોઈએ.દરેક દિવસનું લક્ષ્ય તૈયાર કરો : જ્યાં સુધી તમે લક્ષ્યને લઈને ગંભીર અને જાગૃત નહિ રહો ત્યાં સુધી તેને નહિ મેળવી શકો. તમે શું કરી રહ્યા છો, કેટલું અને શું ખાવ છો, ત્યાં સુધી કે તમે ખાવા સમયે શું વિચારી રહ્યા છો, તેની અસર પર આપણા શરીર પર પડે છે.
યોગ, પ્રાણાયામ અને મેડિટેશન : દરરોજ યોગ કરવાથી શરીર અને દિમાગ બંને તણાવમુક્ત રહે છે અને તે કારણે વજન આસાનીથી ઓછો થવા લાગે છે. યોગમાં સૂર્યનમસ્કાર, કપાલભાતિ, અનુલોમ-વિલોમ જેવા યોગાસન અને પ્રાણાયામની વિશે જાણી અને રોજ સવારે યોગ કરવો જોઈએ.