સવાલઃ
- મારી ઉંમર 70 વર્ષ છે. મને ડાયાબિટીઝ છે પણ દવાથી કન્ટ્રોલમાં છે. બ્લડપ્રેશર માટે દવા લેવાની જરૂર નથી પડતી.
- છેલ્લા બે વર્ષથી અમે મહિનામાં એકાદ વાર સમાગમ કરીએ છીએ અને એ માટે મને વાયેગ્રાની જરૂર પડે છે.
- છએક મહિનાથી મને ૧૦૦ મિલીગ્રામ દેશી વાયેગ્રા લીધા પછી પણ ઇન્દ્રિયમાં યોગ્ય કડકપણું નથી આવતું.
- પેનિટ્રેશનની કોશિશ કરવા જતાં જ ઢીલી પડી જાય છે. ડાયાબિટીઝ માટેની દવાઓ ચાલુ છે અને શુગર પણ કન્ટ્રોલમાં છે.
- દેશી વાયેગ્રાની ૧૦૦ મિલીગ્રામની એક ગોળીથી ફરક ન પડતાં મેં અડધો કલાકના અંતરે ૧૦૦-૧૦૦ મિલીગ્રામની બે ગોળીઓ લીધી તો એનાથી ઇન્દ્રિયમાં સારી મજબૂતાઈ આવી. આવું બે વાર કર્યું છે.
- પહેલી વારમાં મને બીજી કોઈ જ આડઅસર નહોતી જણાઈ, પણ બીજી વાર લીધા પછી માથું સહેજ ભારે લાગતું હતું અને બીજા દિવસે પણ ખૂબ ઊંઘ આવ્યા કરતી હતી. શું હું હવે હંમેશ માટે આવું કરું તો શરીરને કોઈ નુકસાન થાય ખરું? મહિનામાં એકને બદલે બે વાર સમાગમ કરવો હોય તો કરી શકાય?
જવાબ :
- ઇન્દ્રિયના ઉત્થાનની સમસ્યા માટે વાયેગ્રા વિશે જેટલા પણ અભ્યાસો થયા છે એમાં ૨૪ કલાકના ગાળામાં ૧૦૦ મિલીગ્રામ જ લેવાનું કહેવાયું છે, એનાથી વધારે નહીં. જોકે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો વાયેગ્રાનો આ સિવાય અન્ય બીમારીઓમાં પણ ઉપયોગ થાય છે.
- આ દરદોમાં એક જ દિવસમાં ૨૦૦થી ૩૦૦ મિલીગ્રામ જેટલી વાયેગ્રાનો ડોઝ અપાતો હોય છે. જો બીજી બીમારીમાં શરીર આટલા મિલીગ્રામનો ડોઝ સહન કરી શકતું હોય તો ક્ષીણ થયેલી કામશક્તિમાં પણ મદદ થઈ શકે એવો તાળો મેળવી શકાય.
- કેટલાક દરદીઓને મેં ચોરીછૂપીથી પણ વધુ ડોઝ લેતા જોયા છે.
- તમારા કેસમાં હું કહીશ કે અત્યાર સુધી કોઈ વાંધો નથી આવ્યો એમ માનીને વધુ ડોઝ આંખ બંધ કરીને લેવો નહીં.
- તમને તકલીફ થશે કે ફાયદો એ તમને ચેક કર્યા સિવાય કહી ન શકાય. માટે તમારા ડૉક્ટર પાસે રૂટીન ચેકઅપ કરાવી તેમની સલાહ મુજબ જ કામ કરવું.
- તમારી ઉંમર જે છે એ જોતાં બીજું કોઈ રિસ્ક લેવું ઠીક નહીં ગણાય. ડૉક્ટરની તપાસ પછી તેઓ જે પ્રિસ્ક્રાઇબ કરે એને જ ફૉલો કરો એ જરૂરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.