What is Moksha : વિશ્વ ઇતિહાસમાં જૂનામાં જૂનાં પુસ્તકો વેદો છે. વેદો દોષશૂન્ય છે, કારણ કે વેદો અપૌરુષેય છે. એ અર્થાત્ સનાતન છે.શ્રીમદ્ભાગવતમાં મનુષ્ય કેવી રીતે મોક્ષ પામી શકે, તે બતાવ્યું છે.

વેદોમાં ચાર પુરુષાર્થ બતાવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આમાં ઉત્કૃષ્ટ પુરુષાર્થમોક્ષ છે અને બીજા પુરુષાર્થો જે છે તે આ લોકની ઇચ્છાઓ પૂરી કરે તેવા છે. મોક્ષ એ જ જીવનનો હેતુ છે. મોક્ષના ઉપાય કરી લેવાનો આગ્રહ પણ વારંવાર થાય છે, પરંતુ મોક્ષ શેને માનવો અને મોક્ષપ્રાપ્તિના ઉપાય શા છે તે વિશે ઘણું ઓછું કહેવાય છે. મોક્ષના બે અર્થ છે. એક તો મોક્ષ એટલે મુક્તિ અર્થાત્ બંધન ન રહે તે. જેલમાં પૂરાયેલો છુટી જાય તે મુક્ત થયો. બધી જેલોમાં કર્મની જેલ મોટી છે એનાં ફળ અનેક ભવોમાં ભોગવવા પડે છે. તે ભવબંધનનું ચક્ર આગળ ન ચાલે અને બંધન છુટી જાય તો મોક્ષ થયો. એટલા માટે કહ્યું છે કે જન્મ-મરણના ફેરા ટાળવા તે

મોક્ષનો બીજો અર્થ છે મોહનો ક્ષય.

મોહમાં કામ, ક્રોધ, લોભ વગેરે દોષો અને આસક્તિ, મમત્વ આદિ વિકારોનો સમાવેશ થાય છે. સંસારના પાત્રો, વસ્તુઓ, ક્રિયાઓ, ઇચ્છાઓ વગેરે બંધનોથી અને દેહભાવના બંધનમાંથી નીકળી જીવને ભગવાન સાથે બંધન થાય તે મોહનો ક્ષય થયો કહેવાય. ભગવાનની જેટલી સમીપે જવાય તેટલો જીવનો મોક્ષ થાય છે.

આજના આધુનિક માનવને આ વાત સમજવી કઠણ પડે એવી છે. સૌપ્રથમ તો તેને પ્રશ્ન થાય કે મારે મોક્ષની શી જરૂર છે? અત્યારે સારી રીતે ખાઉં છું, રહું છું બધી જ રીતે આનંદ છે. આમ, જીવન પછી મોક્ષ પામવાની કલ્પના તેને વ્યર્થ લાગે છે. પરંતુ જીવન એક અનિયમિતતાનો સંગ્રહ છે. બધા જ દિવસો સમાન નથી હોતા. માણસ જ્યારે અનંત સગવડોની વચ્ચે પણ એકલવાયાપણાનો અનુભવ કરે છે. સમૃદ્ધિની વચ્ચે પણ હતાશા અને નિરાશામાં ડુબેલો દેખાય છે. ત્યારે તેને એક સહારાની જરૂર પડે છે. કહેવાની જરૂર નથી કે આ સમયે ધન અને ભૌતિક સુવિધાઓ સહારો બની શકતી નથી. આવા સંજોગોમાં તો કોઈક પારલૌકિક પુરુષની, સંતપુરુષની જરૂર પડે, જે આ લોકમાં અને પરલોકમાં પણ સાચો સાથ નિભાવી શકે.

‘જેવો જીવને પોતાના સબંધીને વિષે દૃઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો તે જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.’ ભાગવતમાં પણ પરીક્ષિતે જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસથી પરમ ભાગવત સંત શુકદેવજીનો પ્રસંગ કર્યો ત્યારે એનો મોક્ષ થયો. આ રીતે અત્યારે પણ શાસ્ત્રો પ્રમાણે એવા જે સર્વ ગુણ સંપન્ન યુક્ત અને મોક્ષના દાતા એવા સંતના પ્રસંગથી આપણે દુર્લભ ગતિને પામી શકીએ છીએ. જેનો અનુભવ આજે લાખો લોકોને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામીમહારાજની નિશ્રામાં થઈ રહ્યો છે. ચાલો, આપણે પણ એકાંતિક સંતને ઓળખી પરમ પુરુષાર્થ મોક્ષને પ્રાપ્ત કરીએ એ જ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024