- રાહુલ ને નાનપણથી પ્રેમ, રોમાન્સ અને સેક્સ માટે ખૂબ જ ઉત્સકતા હતી. “મેં પહેલીવાર આકર્ષણ ખૂબ જ નાની ઉંમરે અનુભવ્યું હતું. મારે તે ભાવનાને સમજવી હતી. તે ઉન્માદને જાણવો હતો.”બોલિવૂડની ફિલ્મોમાં પણ તેણે આ બાબતની એક ઝલક જોઇ હતી.
- રૂઢિચુસ્ત પરિવારમાંથી આવતા રાહુલને ફિલ્મો જોવાની સખ્ત મનાઇ હતી. માટે જ તે ક્લાસના મિત્રો સાથે મળીને સિનેમામાં જઇ છુપાઇને આવું દેખતો. તેને સારી રીતે યાદ છે કે DDLJ એક સીન હતો.
- રાહુલે કહ્યું “મને આ સીન જોઇને લાગ્યું કે તમે આ રીતે જ યુવતી સાથે વાત કરી શકો છો. જો કે હું તેની સહમતિ સમજી ના શક્યો”.વધુમાં રાહુલે જણાવ્યું હતું કે તે સમયે અમારાથી મોટો છોકરાઓ સ્કૂલની બહાર ઊભા રહીને યુવતીઓનો પીછો કરતા, સીટી મારીને તેમને બોલાવતા અને તેમની ખુલ્લેઆમ છેડતી કરતા. આ બધુ અમારા માટે સામાન્ય હતું. અને તે ઘરની સ્થિતિ કરતા વધુ રોમાન્ટિક પણ હતું.
- રાહુલ : “મારા માતા પિતા ખૂબ જ ઝગડો કરતા. તે મોટા ભાગે એક બીજા પર બૂમો પાડતા, વસ્તુઓ ફેંકતા. આ બધુ મને ડરાવી મૂકતું. તેના માતા-પિતાને એકબીજાથી અણગમો હતો. માટે જ ફિલ્મોમાં દેખાતો રોમાન્સ મને સારો લાગતો. તેમાં છેવટે હિરોને હિરોઇન પસંદ તો કરતી હતી.” “મારા ઘરના આ કકળાટ વચ્ચે મને ફિલ્મો સુંદર સપના જેવી લાગતી. મારું માનવું હતું કે છોકરીઓનો પીછો કરો રોમાચિંત અને ક્યૂટ છે. મને કદી તે વાત ના સમજાઇ કે આ ખોટું છે.
- હું જ્યારે 15 વર્ષનો થયો ત્યારે મારા આ વિચારોમાં પરિવર્તન આવ્યું. અને આવું ત્યારે થયું જ્યારે એક સાંજે મારી બહેન ટ્યૂશનથી પાછી ફરી. તે ડરેલી હતી. બહુ પુછવા પર તેણે મને કહ્યું કે બે પુરુષો તેનો પીછો કરી રહ્યા હતા. તે જ્યારે ટ્યૂશનથી પાછી આવી રહી હતી ત્યારે નશામાં ધૂત બે પુરુષોએ તેને મોટરબાઇક પર ઘેરવાનો પ્રયાસ કર્યો. આ સાંભળીને મેં પહેલી વાર વિચાર્યું અને સમજ્યું કે મહિલાઓ કેવું અનુભવે છે, જ્યારે તેમનો પીછો કરાય છે તો! હું આભારી છું કે મારી બહેને મને આ વાત સમજાવી. જો તેણે આ મને ના કહ્યું હોત તો હું પણ ગર્લફ્રેન્ડ મેળવવાના ચક્કરમાં કોઇ યુવતીની છેડતી કરતો રહ્યો હોત!
- આ વાસ્તવિકતા જાણ્યા પછી પણ મહિલાઓ માટેના મારા નજરીયામાં કંઇ ખાસ ફરક નહતો આવ્યો.
- એકવાર મેં મારા કાકાના ભાઇને એક છોકરીનો બાઇક પર પીછો કરતો જોયો. મેં તેને રોકીને પુછ્યું તે આ શું કરે છે?. તો તેને કહ્યું કે “આ છોકરીઓ આટલી સરસ તૈયાર થઇને આજુ બાજુ ફરતી હોય તો કંટ્રોલ કેવી રીતે કરવો?” આ તે સમયે હતો જ્યારે આ જ પિતરાઇ ભાઇ દ્વારા રાહુલે પહેલીવાર પોનાગ્રાફી જોઇ. અને તે અનેકવાર આવું સાહિત્ય તેને આપતો રહેતો હતો.
- “જુઓ હું નહીં કહેતો કે પોનોગ્રાફી દેખવી સંપૂર્ણ પણે ખોટી વસ્તુ છે. પણ તેની સમસ્યાએ છે કે તે સમય મારી કોઇ ગર્લફ્રેન્ડ નહતી. હું જ્યાં મોટો થયો હતો ત્યાં છોકરી જોડે વાત કરવાની સખત મનાઇ હતી. અને જો ભૂલથી પણ વાત થઇ ગઇ તો સેકસ વિશે તો તમે વાત ના જ કરી શકો.
- નાની ઉમરમાં રાહુલે મહિલાઓ અને મહિલાઓની સેક્સુયાલિટી વિશે પોર્ન જોઇને જાણકારી મેળવી હતી.
- “અમુક પોર્ન ફિલ્મો ખૂબ જ ખરાબ હતી. અને તેનાથી તમે મહિલાને એક શરીરસુખ આપવાનું સાધન સમજી લો છો.”જો કે આ બધું ત્યારે બદલાયું જ્યારે રાહુલ કોલેજ કરવા દિલ્હી આવ્યો. અને ત્યાં તેણે કેટલીક મહિલા મિત્રો બનાવી. “તેમાંથી કેટલીક ખુલ્લીને બધુ બોલવામાં માનતી. શરૂઆતમાં તો હું પોતે તેમની વાતો સાંભળી નર્વસ થઇ જતો.” પણ ધીરે ધીરેરાહુલ આ નવા વાતાવરણ અને મહિલાઓને વધુ સમજવા લાગ્યો. તેણે ફેમિનિઝમ પર ચર્ચા અને લેક્ચર પણ અટેંન કર્યા.
- આ વર્કશોપ વિશે વાત કરતા રાહુલે જણાવ્યું હતું કે”આ બધુ કેટલીક વાર ડરામણું રહેતું. નાનપણમાં મેં જે વાતને યોગ્ય માની હતી તે અહીં ખોટી સાબિત થતી હતી”.
- એક પ્રેમ સંબંધમાં બંધાઇને રાહુલને સમજાયું કે “આમાં ફિલ્મો જેવું કંઇ જ નથી. કોઇનો પીછો કરવું સરળ છે પણ બેસીને તેને સમજવું મુશ્કેલ, અને તેમની પસંદગીને માન આપવું તેનાથી પણ મુશ્કેલ.”
- “હું મારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા માંગું છું મોટા ભાગના પુરુષો ખાલી વાત કરવા માટે તેમની ગર્લફ્રેન્ડ જોડે બોલતા હોય છે.” તે હંમેશા ઇચ્છે છે કે તેમનો હાથ ઉપર રહે. અને તમે આને વાતચીત ના કહી શકો.
- રાહુલને સેક્સ મામલે પણ તેને સમજાયું કે તેમાં પોર્ન જેવું કંઇ નથી હોતું. તેને સમજાયું કે તેમાં ચર્ચા, નર્વસનેસ, એકબીજા સાથે જોડાવું પોર્નમાં જે રીતે દેખાડે છે તેટલું સરળ નથી હોતું.
- રાહુલ પોતાના બાળપણ ની વાતો યાદ કરી જણાવે છે કે, “કાશ અમુક વસ્તુઓ તેને પહેલાથી જ ખબર પડી હોત”.
- રાહુલ ઇચ્છે છે કે નાનપણથી પુરુષો અને સ્ત્રી એકબીજાને મિત્ર તરીકે જુએ. તે એકબીજાને પહેલા બીજું કંઇ સમજતા પહેલા માણસ સમજે. એક મનુષ્ય તરીકે એકબીજાના પ્રશ્નોને સમજે. લિંગનો આ ફરકને એક રહસ્ય ના બનવો જોઇએ…બસ માણસ બનો અને બીજા માણસને સમાન સમજો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News