કોરોનાકાળ પછી યુવાનોમાં જે રીતે હાર્ટએટેકથી મૃત્યુનું પ્રમાણ નોંઘવામાં આવ્યું અને તેમા પણ કસરત કરતા કરતા કે જીમમાં યુવકોનાં મોત નોંધવામાં આવ્યા ત્યારથી સખત હોય કે નોર્મલ કસરત કરતા અનેક લોકો ડરી રહ્યા છે. કદાચ આવા જ કારણથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન દ્વારા હાલમાં જ એક મહત્વની માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે.
હંમેશા એક વાત કહેવામાં આવે છે કે તમારે હેલ્ધી રહેવું છે તો રેગ્યુલર ફિઝિકલ એક્સરસીઝ કરવી ખુબ જરૂરી છે. આજે જાણો કે કેટલી ઉંમરમાં કેટલી એક્સસાઈઝ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એક્સસાઈઝ ખાલી તમારી બોડીને શેપ આપતી નથી પણ તમને મેન્ટલ હેલ્થ માટે પણ ખુબ જરૂરી છે. રેગ્યુલગ એક્સરસાઈઝ કરવા વાળા લોકોને ડાયાબિટીઝ, દ્રદય સબંધિત બીમારી, ડિપ્રેશન, એગ્જાયટી, સ્ટ્રોક, ઈસોમનિયાનો ખતરો ઓછો રહે છે.
આ પણ વાંચો – આતંકી હુમલા સામે ‘એરસ્ટ્રાઇક’ તો મૌન સામે ‘શ્રધ્ધાંજલી સભા’; ભારત હવે બદલાઇ ચૂક્યું છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, જે લોકો રેગ્યુલર એક્સરસાઈઝ કરે છે તે લોકોને મૃત્યુનું જોખમ 20-30 ટકા ઘટે છે. ઓર્ગેનાઈજેશન મુજબ દરેક વ્યક્તિ જોઈએ તેટલી એક્સરસાઈઝ નથી કરતી. WHO મુજબ દરેક વ્યક્તિએ તેના શરીર પ્રમાણે એક્સરસાઈઝ કરવી જોઈએ. WHO એ ફિજિકલ એક્ટિવિટી પર ગાઈડલાઈન શેર કરી છે.
આ પણ વાંચો – 18 વર્ષ બાદ 21 જૂનની રાત્રે આકાશમાં દેખાશે ‘સ્ટ્રોબેરી મૂન’
બાળકો દિવસમાં ઓછામાં ઓછો એક કલાક એક્સરસાઈઝ કરવી જોઈએ. અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ ઝડપી એરોબિક એક્સસાઈઝ કરવી જોઈએ. તેનાથી હાડકાં અને સ્નાયુઓ મજબૂત થાય છે.
યુવાનોએ ઓછામાં ઓછી 2-3 કલાક એક્સરસાઈઝ કરવી જોઈએ, આનાથી સ્નાયુઓ મજબૂત રહેશે.
વૃદ્ધ લોકોએ અઠવાડિયામાં 2-3 વખત સ્ટ્રેંથ અને બેલેંસ ટ્રેનિંગ લેવી જોઈએ. તેનાથી તેમનું શરીર સ્વસ્થ રહે છે.
#AGE, #EXCISE, #GUIDELINES, #WHO, #PTNNews, #HealthTips,