Modi Cabinet : નરેન્દ્ર મોદીની નવી સરકારમાં દરેક પક્ષનું પ્રતિનિધિત્વ જોવા મળશે. માનવામાં આવે છે કે ગૃહ, સંરક્ષણ અને નાણા મંત્રાલય ભાજપ પાસે જ રહેશે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ તે પહેલા NDAના સાથી પક્ષોના સાંસદોને મંત્રી બનવા અંગે ફોન આવવા લાગ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર તેમાં TDP, LJP (R) અને JDU જેવી પાર્ટીઓના સાંસદોને પણ ફોન આવ્યા છે. ટીડીપીના સાંસદ ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની અને કિંજરાપુ રામ મોહન નાયડુને મંત્રી બનવાનો ફોન આવ્યો છે. આ સિવાય જેડીયુના રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુરને પણ મંત્રી પદ માટે ફોન આવ્યો છે. આ તમામ નેતાઓને મોદી 3.0 કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. શપથ લેનારા મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી ચાય પે ચર્ચા કરી શકે છે.
અત્યાર સુધી કયા કયા નેતાઓને ફોન આવ્યા?
ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની (ટીડીપી)
કિંજરાપુ રામ મોહન નાયડુ (ટીડીપી)
અર્જુન રામ મેઘવાલ (ભાજપ)
સર્બાનંદ સોનોવાલ (ભાજપ)
અમિત શાહ (ભાજપ)
નીતિન ગડકરી (ભાજપ)
રાજનાથ સિંહ (ભાજપ)
પીયૂષ ગોયલ (ભાજપ)
જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ)
એચડી કુમારસ્વામી (જેડીએસ)
ચિરાગ પાસવાન (LJP-R)
જયંત ચૌધરી (RLD)
અનુપ્રિયા પટેલ (અપના દળ)
જીતન રામ માંઝી (HAM)
રામદાસ આઠવલે (RPI)
મનસુખ માંડવિયા (ભાજપ)
મહારાષ્ટ્રથી કોણ કોણ મંત્રી બની શકે
નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, રક્ષા ખડસે, રામદાસ આઠવલે, પ્રતાપરાવ જાધવ.
ગુજરાતથી કોણ કોણ મંત્રી બની શકે
અત્યાર સુધીના અહેવાલો અનુસાર ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પણ મંત્રી બનવા કોલ આવ્યો છે. બીજું નામ મનસુખ વસાવાનું છે. તેમનું પણ ફરીવાર મંત્રી બનવું નક્કી મનાય છે. ગુજરાતમાંથી આપણા વિદેશમંત્રી એસ.જયશંકર ફરી મંત્રી બને તેવી શક્યતા વધુ છે. જ્યારે આ વખતે રૂપાલાનું કેબિનેટમાંથી પત્તું કપાય તેવી શક્યતા છે. આ સાથે અમિત શાહને પણ મંત્રી પદ મળશે તે નક્કી દેખાય છે. જશુ રાઠવા કે ધવલ પટેલમાંથી કોઈ એકને પણ મંત્રી બનાવાઈ શકે છે.
PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI