પાટણ : યુવકનું ટ્રેનની ટક્કરે મોત નીપજ્યું
Patan : પાટણના બોરસણની સીમમાં રાત્રે રેલવે ટ્રેક ઉપર ટ્રેન અકસ્માતમાં (Train Accident) બોરસણના યુવાનનું મોત થયું હતું. આ અંગે પાટણ તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો. પાટણના નોરતા વાંટા ગામે રહેતા વનરાજ અરજણજી ઠાકોર તેમના માતા પિતા પત્ની અને એક દીકરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ખેત મજૂરી કરતા છેલ્લા ઘણા સમયથી તેમના મગજની સ્થિતિ તેઓ ગુમાવી ચૂક્યા હતા. તેઓ મંગળવારે રાત્રે ઘરેથી નીકળી ગયા હતા બોરસણ ગામની સીમમાં રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે માથા અને હાથ પગના ટુકડા થઈ ગયા હતા.
આ બનાવની જાણ પાટણ તાલુકા પોલીસને કરતા પોલીસે મૃતકના મૃતદેહનું પાટણ સિવિલમાં પીએમ કરાવી મૃતદેહને વાલી વારસોને સોંપ્યો હતો આ અંગે મૃતકના પિતા અરજણજી જશવંતજી ઠાકોરે પાટણ તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોત ગુનો નોંધાવ્યો હતો. તેની તપાસ અધિકારી પીઆઇ બીએફ ચૌધરી જણાવ્યું હતું કે મૃતક અસ્થિર મગજનો હોવાથી રેલવે અકસ્માત થયો છે કે આપઘાત એ હજુ સ્પષ્ટ કારણ જાણી શક્યા નથી.
- પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ – જુઓ અદ્દભુદ તસવીરો.
- રાહુલ ગાંધીના સમર્થમાં કૉંગ્રેસ દ્વારા પ્રેસ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરાયા
- ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું.
- ડીસા -રાધનપુર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
- શું તમારું ખાતું પોસ્ટમાં છે? તો કરો આ કામ નહિ તો આ ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય
- ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે પસાર થતી ભાદર નદી માંથી તરતો મૃતદેહ મળ્યો
- ધોરાજી : બે જૂથો વચ્ચે મારામારી – પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
- માળીયા હાટીના : કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માંગ.