Murder by wife

Murder

 • લવ, સેક્સ, સસ્પેન્સ અને સરેન્ડર જેવી વાર્તાઓ માત્ર ટીવી કે ફિલ્મના પરદા પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ બનતી હોય છે. 
 • ગાંધીનગરમાં એક પત્નીએ પોતાનાં પતિને ઝેર આપ્યું છતા તે મર્યો નહી એટલે ક્રાઇમ સિરિયલની જેમ પોતાના પતિ સાથે બેડરૂમમાં રોમાન્ટિક વાતો કરીને તેની આંખે પાટા બાંધી દીધા હતા અને રમત ચાલુ કરી હતી.
 • પાટા બાંધતાની સાથે જ પત્નીએ તેના પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકીને તેની Murder (હત્યા) કરી.
 • ચાકુ એટલા ઝનુનથી મરાયા હતા કે પતિના આંતરડા પણ બહાર નિકળી આવ્યા હતા.
 • આ ઉપરાંત મહિલા રોજ સીઆઇડી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોતી હોવાનાં કારણે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
 • જો કે પોલીસ પકડથી તે બચી શકી નહોતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 
 • મૂળ બનાસકાંઠાના થરાદ પાસેના વાકજી ચૌધરી અને તેમની પત્ની ઉમિયા ચૌધરી 10 દિવસ પહેલા ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડે મકાન રાખીને રહેતા હતા.
 • તેમના પત્ની વારે ઘડીએ પિયર જતા હોવાથી તેઓ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
 • આ તમામ ઝઘડાઓનો કાયમી અંત લાવવાની નેમ સાથે ઉમિયાએ 14  જુલાઈની રાતે વાકજીને મારી નાખવાનો પ્લાન ધડયો હતો.
 • ક્રાઇમ સિરિયલોથી પ્રભાવિત થયેલી ઉમિયા ચૌધરીએ પતિ સાથે પ્રેમભરી વાતો કર્યાં બાદ કહ્યું કે, આપણા વચ્ચે જે ઝઘડા થાય છે અને ઘરમાં આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે હું તમારા માટે ભસ્મ લાવી છું.
 • આ ભસ્મ તમે પી લો. જે બાદમાં આપણા જીવનમાં સુખ, શાંતિ આવશે.
 • પત્નીની આવી વાત બાદ પતિ તેની પત્નીની વાતોમાં આવી ગયો હતો.
 • જે બાદમાં તે પત્નીએ આપેલી ઉંદર મારવાની દવા ગટગટાવી ગયો હતો.
 • જો કે,પતિને બે કલાક સુધી દવાની કોઈ અસર ન થતા પત્નીએ બીજો પ્લાન બનાવ્યો હતો.
 • પતિને આંધળો પાટો રમવા માટે તૈયાર કર્યો હતો.
 • પતિની આંખે પાટા બાંધી દીધા બાદ પત્નીએ તેને શોધવા માટે કહ્યું હતું.
 • જે બાદમાં પત્ની વાકજીને તેના બેડરૂમ સુધી લઈ ગઈ હતી.
 • અહીં તેણે પતિને ઊંધો પાડી દીધો હતો અને ઉપરાઉપરી છરીના આઠ ઘા મારીને તેને યમલોક પહોંચાડી દીધો (Murder) હતો.
 • છરીના ઉપરાઉપરી ઘા બાદ પતિના આંતરડા બહાર આવી ગયા હતા.
 • તેણે પુરાવાનો નાશ કરવા માટે લોહીથી લથબથ છરીને ધોઈ નાખી હતી.
 • એટલું જ નહીં કપડાંને સંતાડી દીધા હતા.
 • જે બાદમાં હત્યારી ઉમિયાએ પિતાને ફોન કરીને કહ્યું હતું કે તેના પતિની તબીયત સારી નથી. 
 • થોડીવાર બાદ પોલીસને ઘટનાની જાણ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
 • વાકજીને લોહીના ખાબોચિયામાં પડેલો જોયા બાદ પોલીસે ઉમિાયાની પૂછપરછ કરી હતી.
 • આ દરમિયાન ઉમિયા રીઢા ગુનેગારની જેમ પોલીસને જવાબ આપવાનું ટાળતી રહી હતી.
 • જોકે, પોલીસે કડક ભાષામાં પૂછપરછ કરતા ઉમિયા ભાંગી પડી હતી અને વાકજીની હત્યા (Murder) તેણીએ જ કરી હોવાનું સ્વીકારી લીધું હતું.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow