રશિયાના મોસ્કોમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિના સ્પર્મની જગ્યાએ બોયફ્રેન્ડના સ્પર્મનો ઉપયોગ કરાવડાવીને પ્રેગ્નેન્ટ થઇ હતી.
રશિયાના મોસ્કોમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિના સ્પર્મની જગ્યાએ બોયફ્રેન્ડના સ્પર્મનો ઉપયોગ કરાવડાવીને પ્રેગ્નેન્ટ થઇ હતી. જ્યારે તેનું બાળક એક વર્ષનું થયું ત્યારે મહિલાના પતિને આ અંગે જાણ થઇ હતી. ત્યારે પત્નીએ પોતે આ અંગે સ્વીકાર કર્યો હતો.
ડોક્ટરને કહ્યું, એને બાળકોના પિતાના રૂપમાં જોવા માગે છે
મીડિયા રીપોર્ટ પ્રમામએ 38 વર્ષની મહિલા યના અનોખિના પ્રેગ્નેટ થવા માટે આઇવીએફ કરાવવા માટે એક ક્લિનિક પહોંચી હતી. જ્યાં ડોક્ટરને કહ્યું હતું કે, બાળકના પિતાના રૂપમાં એ વ્યક્તિને જોવા માંગે છે જેને તે પ્રેમ કરે છે. ત્યાર બાદ પતિના સ્પર્મની જગ્યાએ બોયફ્રેન્ડના સ્પર્મનો ઉપયોગ કરાવડાવ્યો અને તેના થકી પ્રેગ્નેન્ટ થઇ હતી.
જાણ થતાં પતિના પગ નીચેથી જમીન સરકી
ઉલ્લેખનીય છેકે આવીએફની પ્રક્રિયા દરમિયાન યનાનો પતિ તેની સાથે જ હતો. પરંતુ તેને આ અંગે કોઇ જાણકારી આપી ન્હોતી. પોતાની પત્નીની આ હરકતની જાણ થઇ ત્યારે બાળકની ઉંમર એક વર્ષની થઇ હતી. મહિલાએ પતિ મેક્સિમ અનોખિન જે અત્યાર સુધી એ બાળકનો બાયોલોજિકલ પિતા સમજતો હતો. જ્યારે તેણે બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો ત્યારે તેના પગ નિચેથી જમીન સરકી ગઇ હતી. જાણવા મળ્યું કે તે આ બાળકનો પિતા નથી.
પતિએ દાખલ કર્યો કેસ, ક્લિનિકે ભરવો પડ્યો દંડ
સમગ્ર હકિકત જાણ્યા પછી પતિએ મોસ્કોએ ક્લિનિક ઉપર કેસ દાખલ કર્યો હતો. ક્લિનિકને 4.2 લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. આ પૈસા નૈતિક અને નાણાંકિય રીતે નુકસાન પહોંચાડવા માટે આપવો પડ્યા હતા. પતિએ જણાવ્યું કે તે પોતાની પત્ની ઉપર વિશ્વાસ રાખતો હતો. તેમએ ક્યારેપણ આવું ન્હોતું વિચાર્યું કે, પત્ની તેની સાથે આવું કરશે.
“તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.“