ટેલીકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા (TRAI)ના નિર્દેશાનુસાર ભારતમાં એપલના ફોન (iPhone)ના વેચાણ પર રોક મુકવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાઈ એરટેલ, વોડાફોન જેવી ટેલીકોમ ઓપરેટર કંપનીઓને નોટિસ આપીને એપલની નોંધણી પર પણ રદ કરાવી શકે છે.

આ પાછળનું કારણ છે કે ટ્રાઈ (ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ફેક કોલ્સ અને સ્પામ મેસેજ રોકવા માટે દૂરસંચાર પ્રદાતા કંપનીઓ માટે નવા નિયમોની જાહેરાત કરી છે. એવામાં ટ્રાઈ એપલ સાથે ચાલી રહેલી તકરારને લઈને મોટું પગલું ભરી શકે છે. કહેવાઈ રહ્યું છે કે ટ્રાઈ એરટેલ, વોડાફોન જેવી કંપનીને નોટિસ આપીને એપલનું રજિસ્ટ્રેશન રદ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે એપલ અને ટ્રાઈ વચ્ચે ડૂ નોટ ડિસ્ટર્બ એપને લઈને લાંબા સમયથી તકરાર ચાલી રહી છે. ટ્રાઈએ આઈફોન યુઝર્સ માટે ડીએનડી એપનું નવું વર્ઝન DND 2.0 ડિઝાઈન કર્યું છે, પરંતુ એપલે તેને પોતાના પ્લે સ્ટોરમાં સ્થાન આપ્યું નથી.

ટ્રાઈ ઈચ્છે છે કે એપને એપલ સ્ટોરમાં જગ્યા મળે, જેથી યુઝર્સ ફેક કોલ્સ અને સ્પામ મેસેજથી છૂટકારો મેળવી શકે. જો કોઈપણ ટેલિકોમ ઓપરેટર પર રજિસ્ટર્ડ ડિવાઈસ પર આ એપને અનુમતિ નથી મળતી તો તેનું રજિસ્ટ્રેશન ટેલિકોમ નેટવર્કથી રદ કરી દેવામાં આવશે.

ટ્રાઈની નવી ગાઈડ લાઈન અનુસાર, દેશના બધા ટેલિકોમ ઓપરેટરોએ તેમના બધા નેટવર્ક પર રજીસ્ટર્ડ ડિવાઈસ પર ડીએનડી એપ 2.0ના વર્ઝનને રેગ્યુલેશનના નિયમ 6(2)(e) તથા 23(2)(d) અતંર્ગત નેટવર્કની અનુમતિ મળે તે સુનિશ્ચિત કરવું પડશે. સાથે જ એપલનું કહેવું છે કે તે ટ્રાઈની એપની જગ્યાએ પોતાની એપ ડેવલપ કરશે.

ટ્રાઈનું સ્પષ્ટ કહેવું છે કે જો અમેરિકન સ્માર્ટફોન કંપની એપલ પોતાના ફોનમાં આ એપને જગ્યા નહીં આપે તો ભારતીય નેટવર્ક પર કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ એપલનું આ મામલે કહેવું છે કે ડીએનડી એપ યુઝર્સના કોલ્સ અને મેસેજ રેકોર્ડ કરવાની અનુમતિ માગે છે, આથી યુઝર્સની પ્રાઈવસી સામે ખતરો છે.

હાલમાં ડૂ નોટ ડિસ્ટર્બ એપના 2.0 વર્ઝન ગૂગલએ પોતાના પ્લે સ્ટોરમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવ્યું છે. જો એપલ ટ્રાઈના આ નિર્ણયને નહીં માને તો તેના ડિવાઈસને ટેલિકોમ નેટવર્કથી રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે. ફોન ભારતીય નેટવર્ક પર કામ નહીં કરે શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024