Patan : પાટણ શહેરનાં ઓઇલનાં વેપારી પાસેથી માલ મંગાવીને તેની બાકી નિકળતી રૂા. ૧,૮૪,૧૯,૫૪૮ની રકમ પાછી ન આપી ઠગાઈ કરનાર ડીસાના ચાર વેપારીઓ સામે પાટણ વેપારી દ્રારા ફરિયાદ નોધવામાં આવી હતી જે ફરિયાદ ના ધણા સમય બાદ ડીસાના ચારેય વેપારીઓ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસે તેઓની અટકાયત કરી કોટૅ મા રજુ કરતા કોટૅ દ્રારા ચારેય વેપારીઓ ને એક દિવસીય રિમાન્ડ પર સોપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના પદ્મનાભ મંદિર પાસે આવેલા સદારામ એસ્ટેટ મા ઓઈલમીલ ધરાવતા વેપારી પાસે થી ડીસાના ચાર વેપારીઓએ તેલ નો જથ્થો મંગાવી રૂ. ૧,૮૪,૧૯,૫૪૮ ની રકમ આપવાનાં હેતુથી ખોટા દસ્તાવેજ બનાવી ખોટા વે બીલ બનાવી ખોટા બીલ જનરેટ કરી તેની ખોટી વિગતો દર્શાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઈ કરી હોવાના મામલે તા. ૧૫-૫-૨૦૨૨નાં રોજ ડીસાની પેઢીના ચાર વેપારીઓ સામે પાટણનાં વેપારી જયેશ કિર્તીભાઇ મોદીએ ફરીયાદ નોંધાવી હતી.અને વેપારી દ્રારા નોંધાવેલી ફરીયાદનાં અનુસંધાને પોલીસ દ્રારા ચાલતી તપાસ દરમ્યાન ડીસાનાં ચાર વેપારીઓ અશોક રસીકભાઇ, પિંકેશ અશોકભાઇ, ભરતભાઇ કેશવભાઇ, નિલેશભાઇ કાનુડા પાટણ ‘બી’ પોલીસ સ્ટેશન હાજર થતાં પોલીસે તેમની આ કેસમાં અટકાયત કરી પાટણની ચીફ જ્યુડિસીયલ કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે તેમને એક દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા.
રિમાન્ડ દરમ્યાન પોલીસે ઝીણવટ પૂવૅક ની પુછપરછ હાથ ધરી હતી તો એક દિવસીય રિમાન્ડ પુરા થતા પોલીસે તેઓને આજે ફરીથી કોર્ટમાં રજુ કર્યા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. પાટણના વેપારી જયેશભાઈ દ્રારા આ કેસમાં પોલીસ દ્રારા તેઓને ન્યાય મળશે તેવી આશા વ્યકત કરી છે.