Biporjoy Cyclone will bring heavy rain with wind in North Gujarat

Biporjoy Cyclone In Gujarat : બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે.

જ્યારે બિપોરજોય વાવાઝોડું કચ્છમાં ટકરાશે અને ત્યાર બાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણથી લઈ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં પણ અસર જોવા મળી શકે છે. જેના પરિણામે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

નોંધનીય છે કે, 15 જૂનના 4 થી 8 વચ્ચે બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. જેની સાથે જ કચ્છ અને માંડવીથી લઈ જખૌ પોર્ટ પર પવનની ગતિ 125-150 કિમી પ્રતિ કલાકની રહેશે. જેના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના રહેલી છે. આ માટે પણ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે.

વાવાઝોડા બાદ પણ બિપરજોયની અસરના ભાગરૂપે 16-17 જૂને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે.

16 જૂને બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠા સહિત મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

17મી જૂને બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી તથા ગીર-સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને ગીર-સોમનાથમાં મધ્યમથી ભારે વીજળી સહિત 62થી 87 kmplની ગતિએ પવન ફુંકાવવાની શક્યતા છે. બીજી બાજુ પ્રભાવિત વિસ્તોરો સહિતનામાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર અને ગીર-સોમનાથમાં 30થી 50 kmplના પવન સાથે હળવીથી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની સંભાવનાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024