Woman dies after dome collapses in Pavagadh

Pavaghadh : યાત્રાધામ પાવાગઢના માચી ખાતે દુર્ઘટના સર્જાઈ છે. અહીં પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં એક મહીલાનું મોત થયું છે. જ્યારે 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ બનાવની જાણ થતાં MLA જયદ્રથસિંહ પરમાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો.

મળતી માહિતી અનુસાર, આજે બપોરના સમયે વરસાદ પડતાં કેટલાક યાત્રાળુઓ રેન બસેરા નીચે ઉભા હતા. તે સમયે અચાનક ઘુમ્મટ ધરાશાયી થયો હતો. જ્યારે કેટલાક યાત્રિકો પથ્થર નીચે દબાતા સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂ કરાયા હતા. તમામ લોકો વડોદરાના બાપોદના રહેવાસી છે.

આ દુર્ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જે બાદ સ્થાનિકો દ્વારા ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને ખાનગી વાહનો તથા 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. 

આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. તો 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ઈજાગ્રસ્તોમાં 2 બાળકો અને 3 મહિલાઓ પણ સામેલ છે.

જિલ્લા કલેક્ટરે ઘટનાને લઈને વહેલામાં વહેલીતકે રિપોર્ટ તૈયાર કરવાની વાત કરી છે. જે સ્ટ્રક્ચર ધરાશયી થયું છે, તે એકાદ વર્ષ પહેલાં જ બન્યું હતું. સાથે જ અન્ય સ્ટ્રક્ચરો પણ ચેક કરવામાં આવશે. ઘટના કુદરતી હતી કે કોઈની બેદરકારી હતી, તે અંગે તપાસ થશે. ઘટનામાં કોઈ બેદરકારી હશે તો પગલા લેવાશે. વહીવટી ટીમ ચકાસણી કરી રહી છે. જ્યારે શ્રદ્ધાળુઓને સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024