ભાઈએ પોતાની પરિણીત બહેનને કહ્યુ, ' તું મારા મિત્ર સાથે લગ્ન કરી લે, નહીં તો…'

પોસ્ટ કેવી લાગી?
  • આમ તો લગ્ન થયા બાદ બહેન સાસરે સુખી છે કે નહીં તેની સૌથી વધુ ચિંતા માતાપિતા અને પરિવારના લોકો કરતા હોય છે.
  • જેમાં એક અપવાદરૂપ કિસ્સો શહેરમાં બન્યો છે.
  • એક યુવતીને તેના પતિ સાથે ઝઘડો થતાં તે તેના પિયર આવી હતી. જ્યાં તેના ભાઇએ તેના જ મિત્ર સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું.
  • યુવતીએ આ બાબતે મનાઇ કરતા તેને માર પણ માર્યો હતો. આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી છે.
  • જુહાપુરામાં રહેતી 35 વર્ષીય મહિલાના વર્ષ 2002માં લગ્ન થયા હતા.
  • લગ્ન બાદ તેણે બે સંતાનોને જન્મ આપ્યો હતો.
  • મહિલાના પતિ સિઝનેબલ ધંધો કરે છે.
  • મહિલાના સાસરે ગયા બાદ તેને અવારનવાર નાની મોટી બાબતોમાં ઝઘડો થતો હતો.
  • થોડા દિવસો પહેલા મહિલાને તેના પતિ સાથે ઝઘડો થયો હતો. આથી મહિલા તેના ભાઈને ઘરે જતી રહી હતી.
  • ત્યારબાદ મહિલાના ભાઇએ પાલનપુરમાં એક મકાન ભાડે અપાવી તેની બહેનને ત્યાં રાખી હતી.
  • થોડા દિવસો બાદ મહિલાનો ભાઇ તેના મિત્ર એઝાઝ સાથે તેની બહેનને મળવા પાલનપુર ગયો હતો. મળવા જવાના બહાને ભાઇ તેની બહેનને તેના મિત્ર એઝાઝ સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો.
  • થોડા દિવસો બાદ આ મહિલાને તેના પતિ સાથે વાત થઇ હતી.
  • જેથી પતિએ પાછી આવી જવા કહ્યું હતું. જે બાદ મહિલા તેના પતિ પાસે ગઇ હતી.
  • આ સમયે પણ મહિલાનો ભાઇ તેના પતિના ઘરે તેના મિત્ર એઝાઝ સાથે ગયો હતો તેમજ તેના પતિને તલાક આપવા જણાવ્યું હતું.
  • મહિલાએ ફરીથી એઝાઝ સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
  • ત્યારબાદ મહિલાનો ભાઈ આવેશમાં આવી ગયો હતો અને તેને માર માર્યો હતો.
  • આ બાબતે બહેને કંટાળીને પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મહિલાને પોલીસ સ્ટેશન લાવી હતી.
  • જ્યાં મહિલાએ ભાઇ અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures