Dwarka : દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મજુરી માટે આવેલી 24 વર્ષીય પરપ્રાંતિય મહિલાએ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ચાર હાથ અને ચાર પગવાળા મૃત બાળકને જન્મ આપ્યો હતો. ચેકઅપ કરાવ્યું ન હોવાથી રહી ગયેલી ખામીના કારણે આવું થયું હોવાનો મત તબીબી વર્તુળો વ્યકત કરી રહ્યા છે.
ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં એક મહિલાએ ચાર પગ અને ચાર હાથવાળા મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ મહિલા મજૂરી માટે કલ્યાણપુરના કેશુપર ગામે રહે છે. આ મહિલાએ ક્યારેય ગર્ભવતી થયા બાદ તબીબી ચેકઅપ કરાવ્યું ન હતું. આ અંગે તબીબી વર્તુળમાં ચર્ચા છે કે મહિલાના બાળકને ગર્ભમાં કોઇ ખામી રહી જતા આવા બાળકનો જન્મ થયો છે. તબીબ અને નર્સિંગ સ્ટાફ દ્વારા મહિલાની નોર્મલ ડિલેવરી કરાવવામાં આવી હતી. તબીબોના જણાવ્યાં પ્રમાણે, આ મહિલાને આ પહેલા પણ ત્રણ સંતાન છે. મહિલાની હાલ તબિયત સારી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.