મહિલાએ મગરને ડરાવવા માટે ચપ્પલનો કર્યો ઉપયોગ, વીડિયો થયો વાયરલ

Woman scare crocodiles
- Advertisement -

This browser does not support the video element.

વર્ષોથી, લગભગ તમામ ભારતીય ઘરોમાં તેમના બાળકોને સાચા માર્ગ પર લાવવા માટે માતાઓ દ્વારા ચપ્પલનો એક મહાન હથિયાર તરીકે ઉપયોગ થતો જોયો છે, પરંતુ કોણ જાણતું હતું કે ચપ્પલ ઘાતકી મગરમચ્છ પર પણ કામ કરશે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ભૂતપૂર્વ NBA પ્લેયર રેક્સ ચેપમેન દ્વારા ટ્વિટર(Twitter) પર પોસ્ટ કરવામાં આવેલી ક્લિપમાં એક મહિલા મગરને ડરાવવા માટે ચપ્પલ સાથે ‘ફ્લિપ ફ્લોપ ટેકનિક’નો ઉપયોગ કરે છે.

વીડિયોમાં મહિલા તેના કૂતરા સાથે બીચ પર ફરતી જોઈ શકાય છે. જેમ જેમ મહિલા આગળ વધે છે, બે મગર તેમની નજીક આવતા જોઈ શકાય છે. જો કે, મગરમચ્છ તેણીની નજીક પહોંચતાની સાથે જ, મહિલાએ તેના પગમાંથી ચપ્પલ ઉતારી અને તેને મગરમચ્છ તરફ લહેરાવી અને આશ્ચર્યથી, તે કામ કરે છે ! રાક્ષસી મગરમચ્છ ઝડપથી દૂર જાય છે. કૅમેરાની પાછળ વિડિયો કૅપ્ચર કરનાર વ્યક્તિ મોટેથી ઉત્સાહિત થતો હોય એમ સાંભળી શકાય છે.

જુઓ સંપૂર્ણ વીડિયો: