એક વ્યક્તિએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે સાંભળીને જ તમને પીડાનો અહેસાસ થશે. સામાન્ય રીતે, જો વાળ આકસ્મિક રીતે ખેંચાયેલા હોય તો પણ તે દુ:ખ પહોંચાડે છે. જો કોઈ દાઢી સાથે 63 કિલો વજન ઉપાડે (Man lifted 63 kg woman by his beard), તો કલ્પના કરો કે તેનું શું થશે? આ બધી પીડા ત્યારે અર્થપૂર્ણ બની જ્યારે એન્ટાનસ કોન્ટ્રિમાસ (Antanas Kontrimas)એ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એન્ટેનસ એવું પ્રદર્શન કરતો જોવા મળે છે જેની આપણે કલ્પના પણ કરી ન શક્યે.
એન્ટાનસના દાઢીના વાળ એટલા મજબૂત છે કે તે 63 કિલોગ્રામ વજન ઉપાડીને પણ અડીખમ રહ્યાં. હા, તે સમયે તેમની આંખોમાં દુખાવો સ્પષ્ટ પણે છલકાઈ રહ્યો હતો.
63 કિલોવજનની મહિલાને ઉઠાવી
એન્ટાનસ કોન્ટ્રિમાસ નામના વ્યક્તિના વીડિયોને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયો હતો. તેમણે વીડિયોને કેપ્શન આપ્યું હતું કે ‘એન્ટાનસ કોન્ટ્રિમાસે માનવીની દાઢીથી 63.80 કિલોનું સૌથી ભારે વજન ઉઠાવ્યું હતું’. વીડિયોમાં આ વજન ઉઠાવતા તેમને લાઇવ જોઈ શકાય છે. તેમની આંખોમાં પીડા છે, પરંતુ એ વાતનો સંતોષ પણ છે કે તેમણે દાઢીથી 63 કિલોની સ્ત્રીને ઉપાડીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
- પાટણ: રો.ધનરાજભાઈ ઠકકરે પોતાના જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અન્યોને પ્રેરણા પૂરી પાડી…
- પાટણ: આખરે પાલિકા દ્વારા રખડતાં ઢોરોને ડબ્બે કરવાનું પાંજરૂ રિપેર થતાં ઢોર ડબ્બા ની કામગીરી શરૂ કરાઈ…
- પાટણ: સિદ્ધપુરના સમોડા ગામે વૃદ્ધ બન્યા ચાઈનીઝ દોરી નો શિકાર
- પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેપાર કરતા ઈસમો સામે પાટણ જિલ્લા પોલીસની લાલ આંખ
- શ્રી બી ડી સાર્વજનિક વિધાલયના વિધાર્થીઓ નેશનલ જાંબોરીમાં ઝળક્યાં