પાટણમાં રહેતા સોનીની દુકાન કુણઘેર ગામમાં આવેલી ત્યારે ખરીદીનાં બહાને આવેલી ચાર અજાણી મહિલાઓએ દસ થી બાર તોલા વજનનાં રૂા. 7 લાખનાં પરચુરણ સોનાનાં દાગીનાની ચોરી કરી રફુચક્કર થઇ જતાં વેપારી માથે આભ તુટી પડ્યું હતું.
પાટણ તાલુકાના કુણઘેર ગામેથી સોનીની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર ચાર ચોર મહિલાઓ અને એક પુરુષને તાલુકા પોલીસ અને LCB પોલીસે ગણતરીના કલાકોમા ચોરીમા ગયેલ 12 તોલા સોનાની નાની મોટી વસ્તુ અને ગુનામાં વાપરેલ એક ઇકો કાર સાથે 9 લાખના મુદામાલ સાથે 5 ઈસમોને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાટણના કુણઘેર ગામે આવેલ સોંની સુબોધચન્દ્ર ચિમનલાલ ની સોના ચાંદીની દુકાનમા ચાર અજાણી સ્ત્રીઓ આવી સોનાના પરચુરણ નાના નાના દાગીના જેનો વજન આશરે 12 તોલા જેટલો જેની આશરે કિ.રૂ.7,00,000/- ની ચોરી કરી ફરાર થઇ જનાર ચાર અજાણી સ્ત્રીઓ ને પકડવા અંગેની તપાસ એલસીબી અને તાલુકા પોલીસ સ્ટેશન ના માણસો અલગ અલગ ટીમો બનાવી આ ચોર ઇસમોને પકડવા વોચમાં હતા.
આ દરમ્યાન ટેક્નિકલ સોર્સ તથા ખાનગી રાહે ચોકકસ બાતમી હકિકત આધારે રાધાબેન છગનભાઇ કોલી રહે.શપર , જમનાબેન અજમલભાઇ કીલી રહે સઇ તા.રાપર , લખીબેન ધીંગાભાઇ કોલી રહે,સઇ તા.રાપર , ગોમીબેન મોહનમાઇ કોલી રહે.સોઢવ તા હારીજ ) જલાલસા જાસા શૈખ નિલપર તા. રાપરવાળાઓને પકડી ચોરીમાં ગયેલ મુદામાલ સોનાના નાના-નાના દાગીના જેવા કે કાનની શેર,ફેન્સી બુટીઓ,ડોડીયો.યુનીઓ ડોકરવા વિગેરે મળી જેનું વજન આશરે 12 તોલા જેનીકિ.,7,00,000/- લાખ તથા આ ગુનામાં ઉપયોગમાં લીધેલ ઇકો ગાડી જેની આર.ટી.ઓ રજી.ન. જી..જે.03 ઇ આર 0729 ની કિ.રૂ.2,00,00/- મળી કુલ કિ.રૂ.9,00,00/- મુદામાલ સાથે ગણતરીના કલાકોમાં 5આરોપી ને પકડી પાડવામાં આવ્યા હતા.વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી જલાલસા જુસબસ શેખ (રહે,નિલપર તા.રાપર જી.કચ્છવાળા) વિરૂધ્ધમા ગાંધીધામ એ. ડીવીઝન પો.સ્ટે અને દયાપર પો.સ્ટે. ગુન્હાઓ દાખલ થયેલ છે.
પકડેલ આરોપી
(1)રાધાબેન છગનભાઇ કોલી રહે.રાપર તા.રાપર જી.કચ્છ
(2) જમનાબેન અજમલભાઇ કોલી રહે.રાઇ તા.રાપર જી.કચ્છ
(3) લખીબેન ધીંગાભાઇ કૌલી રહે.સઇ તા.રાપર જી.કચ્છ
(4) ગોમીબેન મોહનભાઇ કૌલી રહે.સોઢવ તા.હારીજ જા,પાટણ
(5) જલાલસા જુસબશા શેખ રહે.નિલપર તા.રાપર જી.કચ્છ