વાવમાં ધોળા દિવસે પાંચ લાખની ચીલઝડપની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. ગતરોજ બપોરના સમયે પંથકના એક ગામની દૂધમંડળીના મંત્રી બનાસબેંકમાંથી પૈસા ઉપાડી બહાર આવ્યા હતા.
જે બાદમાં બાઇક પર બેસી ઘર તરફ જતાં હોઇ આ દરમ્યાન ફોન પર વાતો કરતા હતા તે દરમ્યાન જ એક ગઠીયો પૈસા ભરેલી બેગની ચીલઝડપી કરી નાસી છૂટયો હતો. જે બાદમાં મંત્રીએ સીસીટીવીની ચકાસણી કરતાં સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી.
આ તરફ હવે ડેરીના મંત્રીએ અજાણ્યાં ફરાર ઈસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવા કવાયત શરૂ કરી છે.