સમગ્ર ભારતની અંદર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ ખૂણે ખૂણે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અનુસંધાને આજરોજ જિૡા મથક ચાણસ્મા પોલીસ મથકની અંદર ઝડપાયેલ વાહનો તેમજ ઝાડી ઝાંખરા દૂર કરી સ્વછતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
સમગ્ર પાટણ જિલ્લામાં જોવા જઈએ તો ચાણસ્મા પોલીસ મથક એક એવું પ્રથમ પોલીસ મથક છે કે જે સ્વચ્છતા ના નામે પ્રથમ શરૂઆત કરી છે જેનો યશ નવનિયુક્ત આવેલા પી.આઈ આર. એમ. વસાવા સહિત પોલીસ સ્ટાફના મિત્રો ને જાય છે ત્યારે સમગ્ર પોલીસ મથકનો સ્ટાફ સહિત નો ઉદાર ફાળા રીતે ચાણસ્મા પોલીસ મથકની અંદર વિવિધ ગુનામાં ઝડપાયેલો વાહનોની સાફ-સફાઈ કરી વ્યવસ્થિત ગોઠવવામાં આવેલ હતા તેમજ પોલીસ મથકની અંદર આવેલા ઝાડ કે જે ચોમાસાની અંદર વધારે ફાલેલા હતા તેઓનું પણ વિવિધ રીતે કટીંગ કરી દવા છંટકાવ કરવામાં આવ્યુું હતું.
જેમાં મચ્છરજન્ય રોગોથી મુકત કરવા દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.