Yogi government
ઉત્તર પ્રદેશની યોગી સરકારે (Yogi government) એક કડક નિર્ણય જાહેર કરતાં કહ્યું હતું કે સરકારી પ્રોજેક્ટ્સમાં કોઇ પણ ચીની કંપની ડાયરેક્ટર ટેન્ડર ભરી નહીં શકે. યોગી સરકારના નિર્ણય મુજબ વિદેશી કંપનીઓએ સરકારી પ્રોજેક્ટ્સમાં મૂડી રોકાણ કરવા અગાઉ રાજ્ય સરકારે નીમેલા એક નિગમમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. ઉપરાંત રજિસ્ટ્રેશન કરાવવા અગાઉ કેન્દ્રના સંરક્ષણ ખાતાની અને વિદેશ ખાતાની પરવાનગી પણ લેવી પડશે.
ચીની કંપનીઓનું મૂડીરોકાણ ઘટાડવાના ભાગ રૂપે આ પગલું લેવાયું હોવાનું રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું હતું. યોગીએ પોતાની સરકારના તમામ મંત્રાલયને આ પ્રતિબંધની ઔપચારિક જાણ કરતા સ્પષ્ટ સૂચના આપી હતી કે આ બાબતે તમામ પ્રધાનોએ સાવધ રહેવું.
આ પણ જુઓ : PUBG હજુ પણ આ કારણે કોમ્પ્યુટર પર રમી શકાઈ છે
ચીની કંપનીઓએ ઉત્તર પ્રદેશના કેટલાક પ્રોજેક્ટ્સ ઉપરાંત કેન્દ્ર સરકારના રેલવે સહિતના કેટલાક પ્રોજેક્ટ્સમાં મૂડી રોકાણ કરવા માટે ટેન્ડર્સ ભર્યાં હતાં. થોડા દિવસ પહેલા વાહન વ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ પણ એક મોટા રોડ પ્રોજેક્ટમાં ચીનની એન્ટ્રી અટકાવી દીધી હતી.
આ પણ જુઓ : Hollywood Actor Rock અને તેનાં આખા પરિવારને થયો કોરોના
આ પગલાં ભારત ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને લેવામાં આવી રહ્યા છે. હવે ભારતે ચીન સામે કડક આર્થિક પગલાં લઇને એના પર રાજકીય દબાણ વધારવાનાં પગલાં લેવા માંડ્યાં હતાં.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.