Ahmedabad News : અમદાવાદના નારોલમાં મંદબુદ્ધિની યુવતીના યૌન શૌષણની એક ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં લર્નિંગ ડિસેબિલિટી (મંદબુદ્ધિ) વાળી 20 વર્ષીય યુવતીની છેડતી કરવાના આરોપસર પોલીસે મંગળવારે નિખિલ વાઘેલા નામના એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. કથિત ગુનાના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ નારોલ પોલીસે વાઘેલા સામે આઈપીસીની કલમ 354 હેઠળ ગુનો નોંધ્યો હતો.

નારોલ વિસ્તારમાં મૂકબધીર અને માનસિક બિમાર ૨૦ વર્ષીય યુવતીની તેના પડોશી યુવકે એપાર્ટમેન્ટના બાથરુમમાં લઇ જઇને શારિરીક અડપલા કરીને છેડતી કરી હતી. આરોપી એક વસ્તુ બતાવુ કહીને યુવતીને બાથરૃમમાં લઇ ગયો હતો અને છેડતી કરી હતી જેથી યુવતી રડવા લાગતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે યુવતીએ સમગ્ર હકીકત પોતાના પરિવારજનોને જણાવી હતી. આ અંગે નારોલ પોલીસે શખ્સ સામે છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે, યુવકને શોધી કાઢવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. ફરિયાદમાં જણાવાયું છે કે યુવતીને તેની હાઉસિંગ સોસાયટીની બહાર જવાની મંજૂરી નહોતી. આ જ સોસાયટીમાં રહેતા વાઘેલાએ તેને બાથરૂમમાં લલચાવી ફોસલાવી તેની છેડતી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024