Patan News : પાટણ શહેરમાં રહેતી 25 વર્ષીય યુવતીને મૂળ અઘાર ગામના અને હાલમાં પાટણમાં રહેતા ઈસમે લગ્નની લાલચ આપી વારંવાર શરીરસુખ માણી યુવતીને ગર્ભવતી બનાવી હતી. યુવતીએ અધૂરા મહિને બાળકીને જન્મ આપતા યુવતી અને બાળકીને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની 25 વર્ષીય યુવતી ને પાડોશમાં જ છાપરું બાંધીને રહેતા મૂળ અઘાર ગામના વતની એવા ઠાકોર સંજયજી નામના યુવાન સાથે પ્રેમસંબંધ બંધાતા યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર પોતાના છાપરામાં દુષ્કર્મ ગુજારી યુવતીને ગર્ભવતી બનાવતાં અને યુવકે હવે આ યુવતી સાથે લગ્ન કરવા પડશે તેવા ડરને લઈ પોતાનું છાપરૂ છેલ્લા એક માસથી છોડીને ફરાર થઈ ગયો હતો.
જયારે ગભૅવતી બનેલી યુવતીને તા. 4 ઓકટોબર ના રોજ પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં તેની માતા તેને ધારપુર હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી જયાં ફરજ પરના મહિલા તબીબી દ્વારા તપાસ કરતાં યુવતીને અધુરા માસે પ્રસવ પીડા નો દુખાવો હોવાનું જણાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી. અને રાત્રે 12-00 વાગ્યે યુવતીએ અધુરા માસે બાળકી ને જન્મ આપતા બાળકીને સારવાર માટે NICU મા રાખવામાં આવી છે. તો યુવતીને પણ ICU મા સારવાર માટે રાખી ધારપુરના મહિલા તબીબી દ્રારા યુવતીની સધળી હકીકત જાણીને પાટણ એ ડિવિઝન પોલીસ ને જાણ કરતાં એ ડિવિઝન પોલીસ દ્રારા ધારપુર ખાતે પહોચી સિધ્ધપુર ડીવાયએસપીની હાજરીમાં યુવતીનું નિવેદન લઈ બાળકી અને માતાના સેમ્પલ મેળવી ડીએનએ રિપોર્ટ માટે મોકલી આપી ઠાકોર સંજયજી નામના શખ્સ સામે દુષ્કર્મ અને એટ્રોસિટી કલમ નો ગુનો નોંધી વધુ તપાસ સિદ્ધપુર ડીવાયએસપી કે કે પંડ્યા ચલાવી રહ્યા હોવાની સાથે પોલીસ દ્વારા આરોપી ઇસમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા છે.