Banaskantha : જિલ્લાના સરદીય વિસ્તારમાં ફરીથી પ્રેમી યુવકનું બળજબરીથી મુંડન કરવાની ઘટના બની છે. પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીઓને પકડીને તેમનુ મુંડન કરાવાયુ હતું. ગામના કેટલાક લોકો દ્વારા પ્રેમિકાને મળવા આવેલ બંને યુવકોને મેથીપાક ચખાડ્યો હતો. એટલુ જ નહિ, તેઓને સામસામે બેસાડી એકબીજાના હાથે મુંડન કરાવડાવ્યુ હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બનાસકાંઠાનાં સરહદીય વિસ્તારનાં ગામમાં રાત્રીનાં સમયે પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમી યુવકો ગ્રામજનોનાં હાથે ઝડપાઈ ગયા હતા. જે બાદ ગ્રામજનો દ્વારા બંને યુવકોની પૂછપરછ હાથ ધરતા તેઓ પોતાની પ્રેમિકાને મળવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગ્રામજનો દ્વારા બંને યુવકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. તેમજ બંને યુવકોને સામ સામે બેસાડી મુંડન કરાવ્યું હતું. ત્યારે અવાર નવાર પ્રેમીકાને મળવા ગયેલ પ્રેમીઓ પકડાઈ જાય ત્યારે તેઓને સજાનાં ભાગરૂપે મુંડન કરવામાં આવે છે. અથવા તો બીજી કોઈ સજા આપવામાં આવે છે.
સરહદી વિસ્તાર એવા બનાસકાંઠાનાં એક ગામમાં રહેતી તેની પ્રેમિકાને રાત્રીનાં સમયે મળવા ગયેલ યુવક ગ્રામજનોનાં હાથે ઝડપાઈ ગયો હતો. જે બાદ ગ્રામજનો દ્વારા બંને યુવકોનું સજાનાં ભાગરૂપે મૂંડન કરવામાં આવ્યું હતું. ત્યારે મળતી માહિતી મુજબ આ વીડિયો થરાદ, વાવ કે લાખણી પંથકનો હોવાનો લોકો અનુમાન લગાવી રહ્યા છે. જોકે, PTN News આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.