અમદવાદમા પોલીસકર્મીની દાદાગીરીનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનના એક કર્મીએ એક યુવકને કારણ વગર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મળતી વિગત પ્રમાણે નરેશ નામના યુવકને પોલીસકર્મીએ બેરહમીપૂર્વક માર માર્યો છે. પોલીસના માર બાદ યુવકને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

એવી વિગત સામે આવી છે કે યુવક દેશી દારૂના અડ્ડા પાસેથી ચાલીને જતો હતો. આ દરમિયાન પોલીસકર્મીએ યુવકને અટકાવીને માર માર્યો હતો.

આ અંગે યુવકની જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે યુવકની પીઠ પાછળ મારથી ચાઠા પડી ગયા છે.

મળી રહેલી વિગત પ્રમાણે યુવક સરદારનગર ખાતે રહે છે. યુવક કોઈ ચોક્કસ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો. યુવકને આ વિસ્તારમાં જોઈને પોલીસે તેને ઉઠાવી લીધી હતો અને તેને માર માર્યો હોવાનો એકતરફી આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે હાલ કંઈ જણાવ્યું નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.