પાટણ શહેરમા આવેલ સિદ્ધિ સરોવર છેલ્લા ઘણા સમયથી સુસાઇડ પોઇન્ટ બનવા પામ્યું છે. જેમાં અવાર નવાર લોકો વિવિધ કારણોસર સિદ્ધિ સરોવરમા ઝંપલાવી જીવન ટૂંકાવી રહ્યા છે. તો પણ પાલિકા દ્વારા આ બાબતે કોઈ તકેદારીના પગલાં ભરવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યું છે.
પાટણ શહેરમાં શુક્રવારે એક આધેડે સિધ્ધિ સરોવરમાં મોત ની છલાગ લગાવતાં બાર કલાકની જહેમત બાદ શનિવારે યુવકનો મૃતદેહ ફાયર વિભાગની ટીમને હાથ લાગ્યો હતો. આશાસ્પદ યુવકની આત્મહત્યાનું – કારણ અકબંધ રહેતા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.
પાટણ સિદ્ધિ સરોવર ખાતે શુક્રવારે શહેરના મિરા પાર્ક સોસાયટી માં રહેતા રમેશભાઈ ચકાભાઈ પટ્ટણી રહે ઉમર 55 સવારે 9 કલાકથી ગુમ થયા હતા. શુકવારે ઘટનાની આસપાસના લોકોને જાણ થતાં પાલિકાને જાણ કરતાં પાલિકાના ફાયર બ્રિગેડના તરવૈયાઓ આધેડની શોધખોળ કરી હતી પરંતુ મળી આવી નહોતી ત્યારે બીજા દિવસે આજે શનિવારે સવારે લાશ મળી હતી .આધેડ નો મૃતદેહ તરવૈયાઓ દ્વારા બહાર કાઢ્યો હતો. ઘટના મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી લાશ ને પી એમ માટે ખસેડવામાં આવી હતી. મૃતક ની લાસ જોઈ પરિવાર ભાંગી પડ્યો હતો.
પાટણ શહેરમા આવેલ ખાન સરોવરમાં વર્ષે દહાડે અસંખ્ય લોકો અગમ્ય કારણોસર તેમનું અમુલ્ય જીવન ટૂંકાવી રહ્યા છે. જેને લઇ હવે આ સરોવર સુસાઇટ પોઇન્ટ બની જવા પામ્યું છે. પરંતુ આ સરોવરની ફરતે ફેન્સીગ તારની વાડ કે દીવાલ બનાવવા માટે પાલિકા ઉદાસીન વલણ દાખવી રહ્યું છે. જેને લઇ ખાન સરોવર સુસાઇડ પોઇન્ટ બનવા પામ્યું છે. પાટણ ખાન સરોવરની ઉંડાઇ ઘણી વધુ છે. જેને લઇ જે વ્યક્તિ સુસાઇડ કરે છે તેની લાશ ઘણો સમય પાણીની અંદર જ રહે છે અને આજ ખાન સરોવરનું પાણી શહેરીજનોને પીવા માટે પાલિકા આપે છે. જેને લઇ શહેરીજનો સામે આરોગ્યનો ખતરો પણ ઉભો થવા પામ્યો છે. તો પાલિકા દ્વારા જો ખાન સરોવરને ફરતે ફેન્સીંગ વાડ બનાવવામા આવે તો કંઈક અંશે આત્મહત્યા ના બનાવો અટકાવી શકાય તેમ છે.
પાટણ શહેરમા આવેલ ખાન સરોવરમા આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધવા લાગ્યા છે. તેની પાછળ પાલિકાના સત્તાધીશોની નિશકાળજી જવાબદાર છે. તો મોટી વાત તો એ છે કે આજ ખાન સરોવરનું પાણી પાટણ શહેર વસીઓને પીવા માટે આપવામાં આવે છે જેને લઈ લોકોના આરોગ્ય સામે પણ સવાલ ઉભા થવા પામ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે પાલિકા તંત્ર હવે ખાન સરોવરને ફરતે ફેન્સીંગ તારની વાડ ક્યારે બનાવે છે. જેથી આત્મહત્યાના બનાવો નહિવત બને અને સાથે શહેરીજનોને પણ પીવાનું શુદ્ધ પાણી મળી રહે.