Heart Attack News : સુરતમાં ગરબા રમી રહેલા 26 વર્ષીય યુવક અચાનક ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે. એકના એક દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે હાર્ટ એટેકની આશંકાના પગલે સેમ્પલ લઈને મોકલી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, સુરતનો 26 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
એકના એક દિકરાનું ગરબાની પ્રક્ટિસ દરમિયાન અચાનક મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, રાજ નવરાત્રી બાદ ભણવા માટે લંડન જવાનો હતો. જોકે, તે પહેલા જ તેનું હ્રદય થંભી જતા મૃત્યુ થયું છે.