પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઓઢવા ગામની 16 વર્ષીય સગીરાને શનિવાર રાતે બેપાદરનો યુવાન અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભોગ બનનારે સરસ્વતી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

પાટણ તાલુકાના ઓઢવા ગામે રહેતી 16 વર્ષીય સગીરાને સરસ્વતી તાલુકાના બેપાદર ગામના ઠાકોર સંજયજી રમાજી નામનો શખ્સ શનિવારે રાતે અપહરણ કરીને લઈ ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ સરસ્વતી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી તેની તપાસ કરતાં અધિકારી પીઆઇ ડી ડી ચૌધરીએ જણાવ્યું હતું કે ગણતરીના કલાકોમાં ભોગ બનનારને શોધી કાઢી તેના નિવેદન આધારે પોકસો, 376 દાખલ કરીને સગીરાનું મેડિકલ ચેકઅપ સહિતની તજવીજ હાથ ધરાઈ હતી અને આરોપીને શોધી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024