physical relationship

અમદાવાદમાં એક પરિણીતાને દીકરાના 21 વર્ષીય મિત્ર સાથે પૈસા માંગવા ભારે પડ્યા છે. કોરોનાના સંકટ સમયમાં પૈસાની જરૂરિયાત ઉભી થતા માતાએ પોતાના દીકરાના મિત્ર પાસે પૈસાની માંગણી કરી હતી. ત્યારૅ યુવાને પોતાની માતા સમાન પરિણીતાને પૈસાના બદલામાં શરીર સંબંધ બાંધવા (physical relationship) દેવાની વાત કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના વેજલપુરમાં રહેતી 39 વર્ષીય મહિલાનો પતિ બીમાર હોવાથી મહિલાને પૈસાની જરૂર હતી. તેથી તેને દીકરાના મિત્રો પાસે પૈસાની મદદ માંગી હતી. મહિલાએ 17 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે દીકરાના મિત્ર કૌશલ સોલંકી (ઉ.વ.21 રહે.આંબાવાડી કોલોની પાસે) ને પૈસા માટે કોલ કર્યો હતો.

તો 18મીએ બપોરે કૌશલ મહિલાના ઘરે આવ્યો હતો. તે સમયે મહિલા બેડરૂમમાં હતી. તેની પાસે બેસીને આ યુવકે કહ્યું કે, તમે ચિંતા ન કરો આ 300 રૂપિયા રાખો, તમારે કેટલા પૈસાની જરૂર છે? મહિલાએ 15 હજારની જરૂર હોવાનું કહેતા જ કૌશલે મહિલાના શરીર પર હાથ ફેરવી કહેવા લાગ્યો કે, તમે ગભરાતા નહીં, હું તમારી સાથે છું.

19મી સવારે કૌશલનો ફોન આવ્યો કે, હું તમને પૈસા આપીશ તમે બદલામાં મને શું આપશો. જેથી મહિલાએ વ્યાજ આપવાનું કહ્યું હતું. કૌશલે કહ્યું કે, તમારે શારીરિક સંબંધ (physical relationship) બાંધવો છે? મહિલાએ ના પાડતા કૌશલ કહેવા લાગ્યો કે, તમે આ વાત કોઈને કરતા નહીં, કહેશો તો તમારો દીકરો રાત્રે બહાર ફરે છે હું જોઈ લઈશ.

મહિલાને દીકરાના મિત્રની વાત સાંભળી ચોંકી ગઈ હતી અને છેવટે તેને વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024