Donald Trump
સોશિયલ મીડિયા કંપની ટ્વિટર અને ફેસબૂક બાદ હવે યુટ્યુબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નું એકાઉન્ટ બેન કર્યુ છે. ગૂગલે યુટ્યુબને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિશ્યલ ચેનલ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેથી ઓછામાં ઓછા સાત દિવસ સુધી આ ચેનલ પર કોઈ વીડિયો અપલોડ નહીં કરી શકાય.
ટ્વિટર ને ફેસબૂકે પણ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ બેન કર્યા હતા. ફેસબૂકે અનિશ્ચિત મુદત માટે ટ્રમ્પનું એકાઉન્ટ બેન કર્યુ છે. ત્યારબાદ ટ્વિટરે ચેતવણી આપી હતી કે જો હવે તેમણે તેમની પોલિસીનું ઉલ્લંઘન કર્યુ તો તેમનું એકાઉન્ટ કાયમ માટે બંધ કરી દેવામાં આવશે તેમ કહી એકાઉન્ટ રિસ્ટોર કર્યુ હતું.
આ પણ જુઓ : હરિયાણાના 60 ગામમાં ભાજપ અને જેજેપીના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
ગૂગલે ટ્વિટ વડે માહિતિ આપી હતી કે પોલિસી ઉલ્લંઘન અને સંભવિત હિંસાને ધ્યાને રાખીને અમે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યુ છે. જેના પર હવે નવું કંટેટ અપલોડ નહીં થઇ શકે.