100 વર્ષ પહેલાં દશેરાના દિવસે સાંઈ બાબાએ લીધી હતી સમાધિ, જાણો તેમના જીવનના સૂત્રો.

100 વર્ષ પહેલાં 15 ઓર્ક્ટોબર 1918માં સાંઈ બાબાએ આ જગ્યાએ સમાધિ લીધી હતી. એ દિવસે દશેરો હતો.

સાંઈ બાબાએ પોતાનું આખું જીવન માનવ કલ્યાણને સમર્પિત કરી દીધું હતું. આજે પણ એવું માનવામાં આવે છે કે જે ભક્ત બાબાના મંદિરમાં સાચી શ્રદ્ધાની સાથે જાય છે, તેમની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. બાબાએ પોતાના ભક્તોને સુખી જીવન જીવવાના કેટલાક સૂત્રો બતાવ્યા હતા. તેમનો એક મૂળ મંત્ર હતો- શ્રદ્ધા અને સબુરી. આ સૂત્રનું પાલન કરનાર વ્યક્તિ હંમેશાં સુખી રહે છે.

જાણો બાબા દ્વારા બતાવવામાં આવેલ એવા જ કેટલાક બીજા સૂત્ર

અંહ ભાવ છોડો

સાંઈ બાબાએ વિનમ્રતા અને ઉદારતાને સુખદ જીવનનું મુખ્ય સૂત્ર માન્યું છે. તેના માટે અહં ભાવને મનમાં સ્થાન ન આપવું જોઈએ. અહં ભાવના કારણે સંબંધોમાં ટકરાવની સ્થિતિ પેદા થાય છે.

બુરાઈથી બચો

સાંઈ બાબાના બતાવ્યા પ્રમાણે સુખ-શાંતિથી જીવન વિતાવવા માટે હંમેશા સરીર અને મને સ્વચ્છ રાખવું જોઈએ. શરીરની ગંદકી અને મનને ખરાબ વિચાર અનેક પરેશાનીઓ વધારી દે છે.

યોગ્ય રીતે કમાઓ ધન

ધન કમાવા માટે ખોટી રીત અપનાવવાથી બચવું જોઈએ. સાંઈ બાબાએ બતાવ્યું છે કે ઈશ્વર પાસે ધનની કામના કરવી ખરાબ નથી, પરંતુ તેની સાથે જ સારી બુદ્ધિની કામના પણ જરૂર કરવી જોઈએ. જીવનમાં ધન આવ્યા પછી ખરાબ રસ્તા પર ન ચાલવું જોઈએ. પણ પરોપકારમાં ધનનો ઉપયોગ કરવો જોઈએ. ગરીબોની મદદ કરવી જોઈએ.

મીઠું બોલવું જોઈએ

સાંઈ બાબાના બતાવ્યા પ્રમાણે લોકો કડ઼વું બોલતા હોય છે- તેને લીધે અન્ય લોકોને કષ્ટ થાય છે. પોતાના વચનની પવિત્રતાથી પણ જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે. સાંઈ બાબાએ શિખવ્યું છે કે સત્ય અને ન્યાયપ્રિય બોલ જ સાર્થક છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here