આપણા દેશમાં એવાં ઘણાં મંદિર છે, જેમનાં રહસ્ય વિશે આજ સુધી કોઇ જાણી શક્યું નથી. આવું જ એક મંદિર છે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ ભગવાન કાલભૈરવનું. આ મંદિર સંદર્ભે ચમત્કારી વાત એ છે કે, અહીં સ્થિત કાલ ભૈરવની પ્રતિમા દારૂનું સેવન કરે છે. પ્રતિમાને દારૂ પીતી જોવા માટે દેશ-દુનિયાના ઘણા લોકો અહીં પહોંચે છે.
મંદિરના પુજારી પં. ઓમપ્રકાશ ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, આ મંદિરનું વર્ણન સ્કંદપુરાણના અવંતિ ખંડમાં પણ જોવા મળે છે. પં. ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, ભગવાન કાલભૈરવના વૈષ્ણવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલ ઘણી કિવંદતિયાં પણ પ્રચલિત છે. ઉજ્જૈનના રાજા ભગવાન મહાકાલે જ કાલભૈરવને આ જગ્યાએ શહેરની રક્ષા માટે નિયુક્ત કર્યા છે. માટે કાલભૈરવને શહેરના કોટવાળ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અહીં દારૂ પીવે છે કાલભૈરવ
ભગવાન કાલભૈરવનું મંદિર ક્ષિપ્રા નદીના કિનારે ભૈરવગઢમાં છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહીં ભગવાન કાલભૈરવની પ્રતિમાને દારૂનો ભોગ ધરાવવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે, થોડી જ વારમાં જે પાત્રમાં દારૂનો ભોગ ધરાવવામાં આવે છે, તે પાત્ર ખાલી થઈ જય છે. દારૂ ક્યાં જાય છે, એ રહસ્ય વિશે આજ સુધી કોઇ જાણી શક્યું નથી. આ ચમત્કારને જોવા અહીં હંમેશાં શ્રદ્ધાળુઓની ભીડ જામેલી જોવા મળે છે.
લગભગ એક દાયકા પહેલાં મંદિરની ચારેય તરફ કરવામાં આવ્યું હતું ખોદકામ
પં. ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, લગભગ એક દાયકા પહેલાં મંદિરના પાયા વધુ મજબૂત કરવા માટે બહારની તરફ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ નિર્માણ માટે મંદિરની ચારેય તરફ લગભગ 12-12 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા. આ ખોદકામ મંદિરના જીર્ણોદ્ધાર માટે કરવામાં આવ્યું હતું, પરંતુ તેને જોવા ઘણા લોકો ત્યાં પહોંચ્યા હતા. બધાં એ જ જાણવા ઈચ્છતાં હતાં કે, કાલભૈરવ જે દારૂનું સેવન કરે છે, તે દારૂ જાય છે ક્યાં?
આ જિજ્ઞાસા શાંત કરવા માટે ખોદકામ દરમિયાન ઘણા લોકો ત્યાં હાજર રહ્યા હતા, પરંતુ ખોદકામમાં આવું કઈંજ જાણવા મળ્યું નહીં, જેનાથી તેમના પ્રશ્નનું સમાધાન થઈ શકે. આ મંદિર વિશે ઘણી લોકવાર્તાઓ પણ છે. ઘણા વૈજ્ઞાનિક પણ મંદિરનું રહસ્ય જાણવા આવ્યા, પરંતુ આ ચમત્કાર પાછળનું કારણ જાણી શક્યા નથી.
એક હજાર વર્ષ પહેલાં થયું હતું પુનર્નિમાણ
ભગવાન કાલભૈરવનું મંદિર મુખ્ય શહેરથી થોડે દૂર બનાવવામાં આવ્યું છે. આ જગ્યા ભૈરવગઢ તરીકે પ્રસિદ્ધ છે. કાલભૈરવનું મંદિર એક ઊંચા ટેકરા પર બનેલું છે, જેની ચારેય તરફ દિવાલ છે. પં. ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, મંદિરનો જીર્ણોદ્ધાર લગભગ એક હજાર વર્ષ પહેલાં પરમાર કાલીન રાજાઓએ કરાવ્યો હતો.
આ નિર્માણ કાર્ય માટે મંદિરની જૂની સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિર મોટા-મોટા પત્થરો જોડીને બનાવવામાં આવ્યું છે. આ મંદિર આજે પણ મજબૂત સ્થિતિમાં જોવા મળે છે. પુરાણોમાં જે અષ્ટભૈરવનું વર્ણન છે, તેમાંના આ મુખ્ય છે.
સિંધિયા પરિવાર તરફથી આવે છે પાઘડી
આ મંદિરમાં ભગવાન કાલભૈરવની પ્રતિમાએ સિંધિયા પાઘડી પહેરેલી છે. આ પાઘડી ગ્વાલિયરના સિંધિયા પરિવાર તરફથી આવે છે. આ પ્રથ વર્ષોથી ચાલી આવે છે. આ સંદર્ભે માન્યતા છે કે, લગભગ 400 વર્ષ પહેલાં સિંધિયા ઘરાનાના રાજા મહાદજી સિંધિયાની દુષ્મનો સામે બહુ ખરાબ હાર થઈ હતી. એ સમયે તેઓ કાલભૈરવના મંદિર પહોંચ્યા તો તેમની પાઘડી પડી ગઈ.
ત્યારે મહાદજી સિંધિયાએ પોતાની પાઘડી કાલભૈરવને અર્પિત કરી દીધી અને દુષ્મનો પર વિજયની પ્રાર્થના કરી. ત્યારબાદ રાજાનો વિજય થયો અને લાંબા સમય સુધી કુશળ શાસન કર્યું. ભગવાન કાલભૈરવના આશીર્વાદથી પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તેઓ એક પણ યુદ્ધ ન હાર્યા. આ પ્રસંગ બાદથી આજે પણ ગ્વાલિયરના રાજઘરામાંથી જ કાલભૈરવ માટે પાઘડી આવે છે.
કેવી રીતે પહોંચવું ઉજ્જૈન?
ભોપાલ-અમ઼દાવાદ રેલવે લાઇન પર ઉજ્જૈનનું આ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં લગભગ બધી જ ટ્રેન રોકાય છે. મધ્યપ્રદેશની વ્યાવસાયિક રાજધાની ઈંદોરથી ઉજ્જૈન માત્ર 60 કિમી દૂર છે. આટલું અંતર બસ કે કોઇ પ્રાઇવેટ વાહન દ્વારા સરળતાથી કાપી શકાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.