- ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે ફેલાતા પ્રકોપની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે.
- ચીનના વુહાન નામના શહેરમાં થી આવેલ આ ખતરનાક વાયરસ દેશમાં ઓછો ઘાતક સાબિત થઈ રહ્યો છે.
- ભારતમાં કોરોના વાયરસના કેસમાં મૃત્યુદર 2.8 ટકા હતો જે છેલ્લા દોઢ મહિનામાં ઘટીને પહેલી વાર 3 ટકાથી નીચે ગયો છે.
- Case Fatality Rate એટલે કે CFR પોઝિટીવ જોવા મળેલા તમામ દર્દીઓમાંથી કેટલાં ટકાના મોત થયા છે તે દેખાડે છે.
- એપ્રિલ મહિનામાં CFR એટલો ઓછો નહોતો પરંતુ ત્યારે કુલ કેસ 5194 જ હતા.
- એપ્રિલ મહિનામાં જ્યારે કેસ 10,000ની નજીક પહોંચ્યાં ત્યારથી જ CFR રેટ સતત ઉપર આવી રહ્યો હતો.
- મે મહિનાની શરૂઆતમાં 100 દર્દીઓમાંથી 3 કરતા વધુના મોત થઇ રહ્યા હતા એટલે કે મૃત્યુદર આશરે 3.0 ટકાની આસપાસ પહોંચ્યો હતો.
- મેં મહિનાના અંત માં મૃત્યુદર ઘટીને 2.84 ટકા થઇ ગયો છે.
- પશ્ચિમ બંગાળમાં મૃત્યુ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધું છે.
- પશ્ચિમ બંગાળમાં દરરોજ 100 દર્દીઓમાંથી સરેરાશ 6.5 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે.
- પરંતુ હાલ બંગાળમાં મૃત્યુ દરમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. ત્યાં સીએફઆર 10 ટકા સુધી પહોંચી ગયો હતો.
- પશ્ચિમ બંગાળ ની જેમ ગુજરાતમાં પણ કોરોનાથી મૃત્યુ દર ઘણો ઉંચો છે.
- પરંતુ હાલ પશ્ચિમ બંગાળ ની સ્થિતિમાં સુધારો આવ્યો છે પણ ગુજરાતનો મૃત્યુદર હાલ સતત વધતો જાય છે.
- CFR ના રિપોર્ટ અનુસાર ગુજરાતનો મૃત્યુદર 5.8 ટકાથી વધીને 6.0 ટકા થઇ ગયો છે.
- મધ્યપ્રદેશમાં CFR ના રિપોર્ટ અનુસાર મૃત્યુદર ઘટીને 4.3 ટકા થઇ ગયો છે.
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ભારતની રાજધાની દિલ્હીમાં દર 10 લાખ વસતીમાં કોરોના કેસ દેશમાં સૌથી વધુ છે.
- દરરોજ દેશમાં સૌથી વધુ ટેસ્ટ દિલ્હીમાં જ થઇ રહ્યા છે.
- અહીં 10 લાખ વસતી પર 810 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.
- દિલ્હીમાં કોરોના ફેલાવાની રફતાર ખૂબ વધુ છે.
- 10 લાખ વસતી દીઠ કોરોના કેસમાં મહારાષ્ટ્ર બીજા નંબરે છે જ્યાં આ આંકડો 483.3 છે. ત્યારબાદ ત્રીજા નંબરે તામિલનાડુ છે જ્યાં આ આંકડો 254.4 છે.
- કોરોનાથી થતા મોતનાં કેસોમાં ભારત ચીનથી ઝડપથી આગળ વધી રહ્યું છે.
- ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલ આ જીવલેણ વાયરસે આખી દુનિયામાં તબાહીમચાવી છે.
- સ્વાસ્થ્યમંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 4971 લોકોનાં મોત નીપજ્યાં છે. જયારે ચીનમાં આ આંકડો 4,634 છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News