જાણો નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી.

પોસ્ટ કેવી લાગી?

સામગ્રી:-

  • નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી બનાવવા માટે
  • ૧ ૧/૨ કપ ચણાનો લોટ
  • ૧ ૧/૨ ટેબલસ્પૂન રવો
  • ૪ ટીસ્પૂન સાકર
  • ૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
  • ૧ ટીસ્પૂન લીંબુનો રસ
  • મીઠું , સ્વાદાનુસાર
  • ૧ ટીસ્પૂન ખાવાની સોડા
  • ૩ ટીસ્પૂન તેલ
  • ૧ ટીસ્પૂન રાઇ
  • ૧ ટીસ્પૂન તલ
  • એક ચપટીભર હીંગ
  • ૨ to ૩ કડીપત્તા
  • ૧ ટીસ્પૂન સમારેલા લીલા મરચાં

રીત:-

  1. નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં લગભગ ૩/૪ કપ પાણી લઇ તેમાં ચણાનો લોટ, રવો, સાકર, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ અને મીઠું મેળવી રવઇ વડે ખીરૂં સુંવાળું બને તે રીતે મિક્સ કરી લો.
  2. હવે જ્યારે ખીરાને બાફવા માટે મૂકવા માંડો, ત્યારે તેમાં ખાવાની સોડા ઉમેરીને હલ્કે હાથે મિક્સ કરી લો.
  3. આ ખીરાને તેલ ચોપડેલી ગોળાકાર થાળીમાં રેડી સરખા પ્રમાણમાં પાથરવા થાળીને હળવેથી ફેરવી લો.
  4. તે પછી થાળીને બાફવાના વાસણમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લીધા પછી તેને બાજુ પર રાખો.
  5. હવે એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
  6. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તલ, હીંગ, કડીપત્તા અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  7. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  8. હવે આ તૈયાર થયેલા વઘારને ઢોકળા પર સરખી રીતે પથરાઇ જાય તેમ રેડી લો.
  9. ઢોકળાના ટુકડા પાડી કોથમીર વડે સજાવીને લીલી ચટણી સાથે તરત જ પીરસો.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures