“સ્ટેચ્યૂ ઑફ યૂનિટી” ફરવા જવા માટે ઑનલાઇન બુકિંગ બંધ.

  • કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેના પગલે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી કોરોના વાયરસના લીધે 10 દિવસ બંધ રહેશે.
  • આ વિશે સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના અધિકારીએ ખંડન કર્યુ હતું.
  • ભારતનું ગૌરવ વધારનારા વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી ખાતેના સફારી પાર્કને પણ કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રાખવા તંત્રએ નિર્ણય લીધો છે.
  • સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને જોવા માટે વિશ્વભરના સહેલાણીઓ સહિત સ્થાનિક લોકો આવી રહ્યા છે અને કોરોના વાઈરસને પ્રવાસીઓનું થર્મલ સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત તબીબોની ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે. હાલ મળતી માહિતી પ્રમાણે, સ્ટેચ્યૂ સહેલાણીઓ માટે ચાલુ રહેશે પરંતુ ઑનલાઇન બુકિંગ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે.
  • આ સમગ્ર ઘટના પરથી ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક અફવા એવી ફેલાઈ હતી કે કોરોના વાયરસના લઈને સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ને 10 દિવસ માટે બંધ રાખવામાં આવનાર છે આ બાબતે સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે આવું કોઈ જ પ્રકારનું આયોજન નથી. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જે રાબેતા સમય મુજબ હાલમાં ચાલુ છે..તેમને વધુમાં જણાવ્યું હતું કે હાલમાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી પર પ્રવાસીઓનો થર્મલ સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે અને પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. પ્રવાસીઓની સંખ્યા પર કોઈ ખાસ ઘટાડો હાલમાં જોવા મળ્યો નથી. અને 10 દિવસ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી બંધ રાખવાની વાત એકદમ ખોટી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ જ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here