આણંદ પાસેની આવેલી લાંભવેલ નહેરમાં ન્હાવા પડેલા બેનાં મોત.

  • આણંદ શહેર પાસેની લાંભવેલ નહેરમાં નાની ખોડિયારના બે કિશોર શુક્રવારે બપોરે ન્હાવા માટે ગયા હતા.ત્યારે તેમનું ડૂબી જવાને કારણે મોત નીપજ્યું હતું.
  • સમગ્ર ઘટના પરથી નોંધનીય છે કે, બંને કિશોરે ડૂબી ન જવાય તે માટે સૂતળીનો એક છેડો પગ સાથે અને બીજો છેડો ઝાડ સાથે બાંધ્યો હતો. પરંતુ સૂતળી જ કપાઈ જતાં બંને કિશોર ડૂબી ગયા હતા. અને નીપજ્યું હતું.
  • આણંદ શહેરના નાની ખોડિયાર પાસે રહેતા બંને જણા શુક્રવારે બપોરે તેઓ બંને પોતાની સાઈકલ લઈને લાંભવેલ નહેર પાસે ન્હાવા ગયા હતા. એ પછી બંને જણાએ પોતાના પગ સાથે સૂતળી બાંધીને નહેરમાં પડ્યા હતા. નહેરમાં ન્હાવા માટે આવતા મોટાભાગના કિશોર નહેરના પાણીના વ્હેણમાં તણાઈ જવાય નહીં તે માટે એક પગના છેડે સૂતળી અથવા દોરી બાંધે છે અને બીજા છેડો ઝાડ સાથે બાંધીને ન્હાવા પડે છે. આ દરમિયાન, બંને કિશોરે પણ શુક્રવારે બપોરે આ જ રીતે તેમના પગ સાથે દોરી બાંધીને ન્હાવા પડ્યા હતા. પરંતુ કમનસીબે ન્હાતી વખતે બંને કિશોરના પગની દોરી કપાઈ જતાં બંને જણા નહેરમાં પાણી ખૂબ જ હોવાથી તે ડૂબી ગયા હતા. આ અંગેની જાણ આસપાસના શ્રમજીવીઓને થતાં જ તેમણે તુરંત જ કિશોરની સાઈકલ અને કપડાંના આધારે કિશોરના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો. આ બનાવની જાણ થતાં જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
  • આ સમગ્ર ઘટના અંગે તેમને પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here