• અત્યારે કોરોને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં તે ઘણી જગ્યાએ જોવા મળી રહ્યો છે.સુરતમાં  કોરોનાનો પોઝિટિવ કેસ સુરતમાં નોંધાઈ ચૂક્યો છે અને શંકાસ્પદ કેસો પણ નોંધાવા માંડ્યા છે તેની સાથે-સાથે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવનારા અંગે પણ ફરિયાદો આવતાં મહાપાલિકા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
  • મુઘલસરાઈ કચેરીએ આરોગ્ય ખાતાના અધિકારીઓની હાજરી દુર્લભ થઈ ગઈ છે.શહેરમાં ઘણી સંસ્થાઓને આગોતરી જાણ કરવા છતાં હોટલ, રેસ્ટોરન્ટ, મેળાઓના સંચાલકોમાં હજી જાગૃતિ નથી આવી પરિણામે પાલિકાએ દિવસભર બંધ કરાવવા શિકાયત કરવી પડી છે. આ સહિત કોમ્યુનિટી હોલ, સ્વિમીંગ પુલ, આધાર કાર્ડ સેન્ટર, સાપ્તાહીક બજારો મળી તમામ ઝોનમાં કુલ 1880 સંસ્થાઓને તથા સાપ્તાહીક બજારો બંધ કરાવાઈ છે.
  • મોડી સાંજે પાલિકા કમિશનરે તમામ રેસ્ટોરંટો તારીખ 31 સુધી બંધ રાખવા આદેશ જારી કર્યો છે.    
  • જો તમારી 1 મહિનામાં વિદેશ યાત્રા થઈ હોય, અથવા આપને તાવ-શરદી-ખાંસી-શ્વાસમાં તકલીફ જેવાં લક્ષણ જણાતા હોય કે કોરોના વાઈરસના કોઈ શંકાસ્પદ વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા હો તો સ્વૈચ્છિક રીતે યોગ્ય તપાસ કરાવવાની કમિશનરે અપીલ કરી છે. તેમજ આપની જાણમાં જો આવા કોઈ વ્યક્તિ હોય તો પણ તેમના નામ-સરનામા સહિતની માહિતી ટોલ ફ્રી નંબર 1800 123 8000 પર આપવા જણાવ્યું છે. હોમ કોરોન્ટાઇન, આઈસોલેશનના પ્રોટોકોલનું પાલન નહીં કરનારને ફરજીયાત ક્વોરેન્ટાઈન વોર્ડમાં ખસેડી એપિડેમીક ડીસીઝ એક્ટ 1897 જોગવાઈ મુજબ મહત્તમ 25 હજાર સુધીનો દંડ વસુલાશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024