નાસ્તા માટે ની એક સરસ અને સ્વાદિષ્ટ વાનગી. આમાં તમે વધેલો કે નવો રાંધી ને ભાત વાપરી શકો છો.

સામગ્રી:

1 કપ રાંધેલો ભાત, 1 ચમચી લસણ ની પેસ્ટ, 2 ચમચી આદુ મરચાં પેસ્ટ, 1 ચમચી લીંબુનો રસ, 1 મોટો ચમચો કોથમીર, 1 મધ્યમ ડુંગળી ઝીણી સમારેલી, 3 મોટા ચમચા ચણા નો લોટ, 2 મોટા ચમચા બ્રેડ ક્રમ્સ, તેલ.

બનાવા માટેની રીત :

એક બાઉલ મા બધી જ વસ્તુઓ ભેગી કરી ને સારી રીતે મિક્સ કરી લો, ગોળ ટીક્કી વાળી સહેજ દબાવી લૉ, હવે નોન સ્ટિક કે સાદી લોઢી પર થોડું તેલ મૂકી બન્ને બાજુ બ્રાઉન રંગ આવે તેવું સાંતળો અને ગરમાં ગરમ, સોસ કે ચટની સાથે પીરસો..