• અત્યારે કોરોને હાહાકાર મચાવ્યો છે ત્યારે ઘણા લોકો આના કહેરથી હેરાન-પરેશાન થઇ રહ્યા છે.
  • કોરોના વાયરસના કારણે અનેક સેલેબ્રિટીએ પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી છે. કોરોનાનો કહેર દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે. તેના કેસની સંખ્યા પણ વધી રહી છે. પોતાની સલામતી માટે ગ્લોબલ આઇકોન બની ગયેલી પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનાસ પણ સેલ્ફ આઇસોલેશનમાં પોતાને રાખવાનું નક્કી કર્યું છે. અને તે ગત 8 દિવસથી આ કામ કરી રહ્યા છે. ત્યારે પ્રિયંકા ચોપરાએ આ અંગે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લાઇવ કરીને જાણકારી આપી હતી.
  • પ્રિયંકાએ જણાવ્યું હતું કે તે પોતાના પતિ સાથે છેલ્લા 8 દિવસથી સેલ્ફ આઇસોલેશન માં છે. સાથે જ તેણે જણાવ્યું હતું કે કોરોના વાયરસના કારણે તેમનું જીવન એકદમ બદલાઇ ગયું છે.
  • માત્ર પ્રિયંકા ચોપરા જ નહીં પરંતુ બોલિવૂડમાં અનેક સ્ટાર જેવા કે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન વગેરે જેવા અનેક સ્ટાર્સે પોતાને સેલ્ફ આઇસોલેશનમાં રાખ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News